માસ્ક પહેરવાની સલાહ આપતા આરોગ્ય સચિવ જયંતિ રવિ માસ્ક વગર જોવા મળ્યાં, નિયમોનો ઊલાળ્યો, વીડિયો વાઈરલ

0
613

મોર્નિંગ વોકમાં નિકળેલા જયંતિ રવિ માસ્ક વગર જોવા મળ્યાં

  • સર્કિટ હાઉસમાં મોર્નિંગ વોક પર નિકળેલા આરોગ્ય સચિવ માસ્ક વગર કેમેરામાં કેદ થયા

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં કોરોનાનાં કેસમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં 5 દિવસની મુલાકાતે આવેલા આરોગ્ય સચિવ માસ્ક વગર ફરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. સર્કિટ હાઉસના ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળેલા આરોગ્ય સચિવ માસ્ક વગર જોવા મળ્યાં હતા. વીડિયોમાં જયંતિ રવિ ફોન પર વાત કરી રહ્યાં હતાં, તે દરમિયાન માસ્ક પહેર્યું ન હતું. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

જયંતિ રવિ ગાર્ડનમાં માસ્ક પહેર્યા વગર જોવા મળ્યાં હતા
માસ્ક પહેરવાની સલાહ આપતા આરોગ્ય સચિવ જયંતિ રવિ માસ્ક વગર જોવા મળતાં લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. લોકોનું કહેવું છે કે શું મેડમ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે? મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુ આંકમાં સતત વધારો થતાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે ડોક્ટરની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા. જે દરમિયાન સર્કિટ હાઉસમાં રોકાયેલા જયંતિ રવિ ગાર્ડનમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા કેમરામાં કેદ થયા હતાં.

સામાન્ય માણસ પાસેથી તંત્ર મસમોટો દંડ વસૂલ કરે છે
સરકારી નિયમ અનુસાર જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સામાન્ય માણસ રસ્તા પર માસ્ક વગર જોવા મળે તો પાલિકા તંત્રથી માંડીને પોલીસ મસમોટો દંડ વસૂલ કરે છે. ત્યારે રાજકોટમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે જયંતિ રવિ માસ્ક પહેર્યા વગર જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે.