વકીલ વગર દસ્તાવેજની નોંધણી થઈ શકશે: વેચનારે માલિકીના પુરાવા આપવા પડશે

0
971
  • ૮૮ વર્ષ જૂના દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટમાં ધરખમ ફેરફાર
  • આજે કેબિનેટની મંજૂરી બાદ વિધાનસભાના આગામી સત્રમાં સુધારા વિધેયક લવાશે


રાજ્યમાં બેન્ડગ્રેબિંગ, ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પાડવી–પાવર ઓફ એટર્નીના દુરઉપયોગથી થતાં દસ્તાવેજો સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કડક હાથે કામ લેવાનો અડગ નિર્ણય કર્યેા છે. દસ્તાવેજોની નોંધણીના કાયદો ભારતીય નોંધણી અધિનિયમ ૧૯૦૮માં મહત્વનો સુધારો કરતું સુધારા વિધેયક–૨૦૨૦ વિધાનસભા ગૃહમાં લાવવાનો નિર્ણય કર્યેા છે.


સરકારના સત્તાવાર સૂત્રોમાંથી મળી રહેલી વિગતો મુજબ ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા સૂચવતું ગુજરાત નોંધણી સુધારા વિધેયક આગામી વિધાનસભા સત્રમાં લાવવામાં આવશે. જેને આજની મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે જે આવતા દિવસોમાં કાયદો બની જશે.


દસ્તાવેજ નોંધણીની કામગીરી સંપૂર્ણ પારદશર્ર, સરળ, ચોકસાઈવાળી બનાવવામાં આવનાર છે. મિલકતધારકો, સામાન્ય માણસ, ખેડૂતોના હક્કોના રક્ષણ માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે.
આ કાયદાથી સામાન્ય નાગરિક જો ઈચ્છે તો કોઈ વકીલ દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઈન દસ્તાવેજ નોંધણી માટેની રજૂ કરી શકશે. ભળતી વ્યકિત ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકે.


દસ્તાવેજ બનાવવાનો ખર્ચ અને પ્રક્રિયામાં લાગતા સમયમાં બચત થશે દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરતી પોતાની મિલકત માલિક હોવાના આધાર પુરાવા રજૂ કરવા પડશે.
પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ ખોટી વિગત આપનાર, દાબ–દબાણ, છેતરપિંડીથી દસ્તાવેજ કરાવનાર વ્યકિતને ૭ વર્ષની સજા મિલકતની બજાર કિંમત જેટલો દડં વસુલવામાં આવશે પરિણામે સાચા મિલકતધારકની ઓળખ સરળ બનશે.


જાહેર સંસ્થા, ધર્માદા સંસ્થા, સરકારી મિલકતો, શૈક્ષણિક સંસ્થા, ચેરિટેબલ ટ્રસ્ટ મિલકતની વેચાણ–વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીત પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે.
આમ રાયમાં ખોટા નામે જમીન મિલકતો પચાવી પાડીને બીજાને વેચાણ કરી દેનાર ભૂમાફિયાઓની સામે વિજય રૂપાણી સરકાર આકરા પાણીએ થયા છે. ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા આગામી વિધાનસભાના સત્રમાં દાખલ કરવામાં આવનાર છે જેને આજે રાયમંત્રી મંડળની બેઠકમાં રજૂ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here