અમદાવાદમાંથી ૧૨ લાખ રૂપિયાના બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્ક ઝડપાયા

0
151
  • સુરતનો અશ્ર્વિન દુધાત્રા મુખ્ય આરોપી: પોલીસ તો દારૂ પકડવા ગઈ હતી અને દા સાથે માસ્ક પણ ઝડપાયા


કોરોનાના કહેર વચ્ચે પણ ઠગો નો રાફડો ફાટો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનું વેચાણ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. બાપુનગર પોલીસે લાખ્ખો રૂપિયાના બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનો જથ્થો ઝડપી પાડયો છે. એટલું જ નહિ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.


કોરોનાનો કહેર વધી જતાં સરકારે બહાર નીકળતી દરેક વ્યકિત માટે માસ્ક પહેરવું ફરીજીયાત બનાવ્યું છે. જો કે કેટલાક ઠગો જાણે કે આ નિર્ણય તેમના માટે કમાવાની તક લઈને આવ્યો હોય તેવું માની રહ્યા છે. અને બનાવટી માસ્કનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. બાપુનગર પોલીસે વિસ્તાર માંથી ૩ ૮૨૧૦ કંપનીના બનાવટી માસ્કનો જથ્થો પકડી પાડયો છે. જેની કિંમત રૂપિયા ૧૨ લાખ જેટલી થાય છે. હાલમાં પોલીસે આ જથ્થા સાથે નિકોલના રહેવાસી હર્ષ કોરાટ અને રાયપુરના રહેવાસી નિકુંજ પટેલની ધરપકડ કરી છે.


જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આ રેઇડ દરમિયાન પોલીસ ને ૪૨ બોટલ વિદેશી દાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ આ બનાવટી માસ્કનો જથ્થો નિકોલના કલ્પેશ કોરાટ અને સુરતના અશ્વિન દુધાત્રા પાસેથી ખરીદીને લાવ્યા છે. નિકુંજે આ જથ્થો હર્ષ પાસેથી પ્રતિ નગં રૂપિયા ૫૫માં ખરીધો હતો. જો કે જેની બજાર કીમત રૂપિયા ૩૦૦ સુધી ની છે. હાલમાં પોલીસે મુખ્ય આરોપી અશ્વિન દુધાત્રાને પકડવા માટે એક ટીમ બનાવી છે. યારે આરોપી ઓ કેટલા સમયથી આ બનાવટી માસ્કનું વેચાણ કોને કોને કરી રહ્યા હતા. આ તમામ બાબતોની તપાસ શ કરી છે. યારે પકડાયેલ આરોપી દા નો જથ્થો શા માટે લાવ્યા હતા તે મામલે પણ વધુ તપાસ શ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here