મોરબી : ઉદ્યોગકારો નુકશાની વસુલનો નિર્ણય રદ ન કરે તો 10મીથી ટ્રકોના પૈડાં થભી જશે

0
144
ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ સીરામીક એસો.ને પત્ર લખી ટ્રક હડતાળ પડવાની ચીમકી આપી

મોરબી :મોરબીમાં વરસાદના કારણે રોડ ભારે ખંડિત થાય છે.આથી સીરામીક ટાઇલ્સ લઈને નીકળતા ટ્રકોમાં ટાઇલ્સને નુકશાન પહોંચે છે.જેથી આ ટાઇલ્સને થયેલું નુકશાન વળતર મેળવવા માટે વેપારીઓ અને સીરામીક ઉધોગકારો ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો પાસે ભાડું વસુલ કરવાનો નિર્ણય લીધો છે.આથી આ અંગે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ સીરામીક એસોને પત્ર લખી ભાડું વસુલ કરવાનો નિર્ણય રદ નહિ કરવામાં આવે તો આગામી તા.10 થી ટ્રકોના પૈડાં થભી જશે.

મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખ પ્રભાતભાઈ આહીર તથા વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસી.ના પ્રમુખ આમદભાઈની અધ્યક્ષતામાં ટ્રક ટ્રાન્સપોર્ટરોની એક મીટીંગ મળી હતી.જેમાં લોકડાઉન બાદ ડીઝલના અતિશય ભાવ વધારા તથા ઉપરથી સીરામીક ઉધોગકારોએ ભાડા વસૂલ કરવાના નવા નિર્ણયનો વિરોધ કરાયો હતો.ભારે વરસાદથી મોટાભાગના માર્ગો તૂટી ગયા છે.તેથી સીરામીક ટાઇલ્સની હેરફેર કરતા ટ્રકોમ માર્ગો પરના ખાડાથી સીરામીક ટાઇલ્સમાં ભાંગ તૂટ થાય છે.તેથી સીરામીક ઉધોગકારોએ વેપારીઓને કહી દીધું છે કે ,સીરામીક ટાઇલ્સમાં નુકશન થાય તો તેનું વળતર ટ્રક ચાલકો કે માલિકો પાસેથી વસુલ કરવું ,એક તો લોકડાઉનથી ટ્રાન્સપોર્ટ ઉધોગને ભારે નુકશાન થયું છે.ઉપરથી ડીઝલના ભાવ વધારા અને સીરામીકના આ નવા નિર્ણયથી ટ્રાન્સપોર્ટ ઉધોગ મુશ્કેલીઓ મુકાય ગયો છે.આથી નિર્ણય રદ કરવા માટે સીરામીક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમ છતાં ભાડા વસુલનો નિર્ણય રદ ન કરતા અંતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ આજે સીરામીક એસોને પત્ર લખીને તૂટેલા રોડથી માલને નુકશાન થાય તો તેમાં ટ્રાન્સપોર્ટરો જવાબદાર નથી અને આ અંગે 9 મી સુધીમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો તા 10 થી ટ્રક હડતાળ પડવાની ચીમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here