શરમજનક: ટોસિલિજુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં સિવિલ હોસ્પિટલના 4 કર્મચારીની ધરપકડ

0
268
એક તરફ કોરોનાએ માઝા મૂકી છે અને બીજી તરફ અમદાવાદમાં કોરોનાની દવામાં વપરાતા ટોસિલિજુમેબ ઈન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવે છે.
  • ટોસિલિજુમેબ ઇન્જેક્શન કૌભાંડ મામલો
  • 4 આરોપીની કરવામાં આવી ધરપકડ
  • સિવિલ હોસ્પિટલના કર્મચારીની ધરપકડ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટોસિલિજુમેબ ઈન્જેક્શન કૌભાંડ આચરવામાં આવ્યું હતુ ત્યારે સિવિલ હોસ્પટિલના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ટોસિલિજુમેબ ઇન્જેક્શન કૌભાંડ મામલે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

કોની કોની કરાઈ ધરપકડ?

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
  • સ્ટેટ ટી.બી સેન્ટરના ઘનશ્યામ વ્યાસની ધરપકડ
  • કે.વી.બી ફાર્મા એજન્સીના અમિત રામાણીની ધરપકડ
  • ધ્રુવી ફાર્મા ભાવેશ સોલંકીની ધરપકડ કરાઇ
  • સેટેલાઇટમાં રહેતા અભિષેક ટિકમાણીની ધરપકડ

ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,06,966 પર પહોંચ્યો છે. તો આજે 1445 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.87% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,351 છે. આજે સંક્રમણથી 13 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3136 પર પહોંચ્યો છે. 

મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી

આજે મહાનગરો સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે. 

સૌથી વધુ આ જિલ્લામાં સાજા થયા દર્દી

રાજ્યમાં આજે 1445 દર્દીઓ સાજા થયા છે જેમાં સુરતમાં 231, જામનગરમાં 130, સૌથી વધુ રાજકોટમાં 320 દર્દીઓ સાજા થયા છે. 

આજે 72,076 કોરોના વાયરસના ટેસ્ટ થયા

રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,25,447 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.

08/09/2020પોઝિટિવ કેસ
અમદાવાદ170
સુરત265
વડોદરા124
ગાંધીનગર35
ભાવનગર41
બનાસકાંઠા22
આણંદ15
રાજકોટ134
અરવલ્લી0
મહેસાણા23
પંચમહાલ34
બોટાદ7
મહીસાગર15
ખેડા8
પાટણ28
જામનગર99
ભરૂચ22
સાબરકાંઠા10
ગીર સોમનાથ14
દાહોદ20
છોટા ઉદેપુર7
કચ્છ32
નર્મદા10
દેવભૂમિ દ્વારકા19
વલસાડ6
નવસારી12
જૂનાગઢ36
પોરબંદર3
સુરેન્દ્રનગર15
મોરબી26
તાપી12
ડાંગ4
અમરેલી27
અન્ય રાજ્ય0