રાજકોટ ગ્રામ્ય SP બલરામ મીણા તથા ગોંડલ DYSP પી. એ. ઝાલા ની સૂચના મુજબ PI એસ.એમ.જાડેજા PSI બી.એલ.ઝાલા, આર.ડી.ચૌહાણ, ડી.પી ઝાલા, પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહીલ, અરવીંદભાઇ વાળા, જયસુખભાઇ ગ્રાંભડીયા ના.પો.અધિ કચેરીના પો.હેઙ.કોન્સ દીગ્વીજયસિંહ રાઠોડ, ભગીરસિંહ વાધેલા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જયદિપસિંહ ચૌહાણ ની ખાનગી બાતમી આધારે ગોડલ વોરા કોટડા રોડ પર આવેલ ચીસ્તીયા નગર માં ઇરફાન હસનભાઇ કટારીયા એ પોતાના રહેણાક મકાન થોડે દુર આવેલ એક ઓરડીમા ભારતીય બનાવટ નો પરપ્રાંતીય ઇગ્લીશ દારુનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ ૭૯૨ ની કુલ કી.રૂ. ૩,૪૨,૨૪૦/- તથા ઇકો કાર કી.રુ ૩,૦૦,૦૦૦/ તથા એક મોબાઈલ ફોન કી.રુ ૧૦૦૦/ નો મળી કુલ મુદામાલ રૂ /- ૬,૪૩,૨૪૦ સાથે હસનભાઇ ઇસ્માઇલભાઇ કટારીયા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ પૂછપરછ દરમિયાન ઇરફાન હસન કટારીયા અને હમીદાબેન હસનભાઇ કટારીયા ની શોધખોળ શરૂ કરી છે
