ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના વકીલે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રત્યાર્પણની સુનાવણી દરમિયાન ઘણા વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેમણે ભારતની ન્યાય પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા અને જેલની પરિસ્થિતિઓ ઉપર પણ તીખા નિવેદનો આપ્યાં.
- ભારતમાં રાજકીય રૂપથી પ્રભાવિત ન્યાય પ્રણાલીને કારણે નિરવ મોદી આત્મહત્યા કરી શકે છે
- લંડન કોર્ટમાં નીરવના વકીલે કરી દલીલ
- ભારતમાં નીરવ મોદીની નિષ્પક્ષણ ટ્રાયલ નહીં થવાની કરી વાત
નીરવ મોદીની વકીલ ક્લેર મોન્ટગોમરીએ ભારતની સુપ્રીમ કોર્ટને રાજકીય રીતે ‘પ્રભાવિત’ અને જેલની પરિસ્થિતિઓને ‘શરમજનક’ ગણાવી છે. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની સુનાવણીના બીજા તબક્કે, ક્લેર મોન્ટગોમરીએ પોતાના નિવેદનમાં ભારતમાં ‘પક્ષપાતી’ રાજકીય વાતાવરણ પર જોરદાર હુમલો કર્યો હતો.
ભારતની જેલોની સ્થિતિને કારણે તે આત્મહત્યા કરી શકે છે નીરવ મોદી: વકીલ
- સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
- SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
- કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
ક્લેર મોન્ટગોમરીએ ભારતની હોસ્પિટલોમાં પથારી અને સ્ટાફની તંગી અને જેલની પરિસ્થિતિ પર હુમલો કર્યો અને તેમને શરમજનક ગણાવી હતી. ક્લેર મોન્ટગોમરીએ નીરવ મોદીને ડિપ્રેશનના દર્દી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ભારતની જેલોની સ્થિતિને કારણે તે આત્મહત્યા કરી શકે છે.
ભારતમાં નીરવ મોદીની નિષ્પક્ષણ ટ્રાયલ થશે નહીં: વકીલ
નીરવ મોદીના વકીલનું વિવાદિત નિવેદન અહીં અટક્યું નહીં. તેમણે કહ્યું કે ભારતમાં નીરવ મોદીની નિષ્પક્ષણ ટ્રાયલ થશે નહીં, કારણ કે તે રાજકીય મામલો બની ચૂક્યો છે અને ભયનો માહોલ છે. ભારતની ન્યાય પ્રણાલી કથળી છે. રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો રાજકીય પ્રભાવ રહ્યો છે.

સુનાવણી પાંચ દિવસ સુધી ચાલશે
ઉલ્લેખનીય છે કે નીરવ મોદીની પ્રત્યાર્પણની સુનાવણીનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. આ સુનાવણી પાંચ દિવસ સુધી ચાલશે. અગાઉ, ન્યાયાધીશ ગૂજીએ મે મહિનામાં પ્રત્યાર્પણ સુનાવણીના પ્રથમ તબક્કાની અધ્યક્ષતા કરી હતી જે દરમિયાન નીરવ મોદી વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગના પ્રાઈમા ફેસી કેસની વિનંતી કરી હતી.
14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) ની લગભગ 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. હાલમાં તે લંડનની જેલમાં છે. 49 વર્ષના હીરાના વેપારી મોદી સામે ભારતમાં મની લોન્ડરિંગના મામલામાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.