ગ્રહોનો સેનાપતિ – પૃથ્વી પુત્ર કરશે રાશિ પરિવર્તન, મેષ રાશિમાં વક્રી મંગળ કોના પર પડશે ભારે

0
192

ગ્રહોનો સેનાપતિ અને પૃથ્વી પુત્ર મંગળ 10 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતી કાલે વક્રી થશે. મેષ રાશિ એ મંગળની રાશિ છે અને કોઈપણ ગ્રહ પોતાની સ્વરાશિમાં ઉચ્ચ હોય છે અને જાતકને તેનું સારુ પરિણામ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ભૂમિ, સૈન્ય, હિંમત, શકિત, યુદ્ધ વગેરેનું પરિબળ માનવામાં આવે છે. 4 ઓક્ટોબરના રોજ વક્રી રહીને મીન રાશિમાં આવી જશે. ત્યાં સુધી મેષ રાશિના મંગળની અસર બધી જ બારેય રાશિઓ ઉપર બની રહેશે.

મેષ રાશિ
મંગળ રાશિ સ્વામી છે. હવે આ રાશિમાં સ્વામીના આવી જવાથી શુભફળ મળી શકે છે. જમીન-જાયદાદથી લાભ થવાના યોગ બનશે. આવકમાં પણ વધારો થઇ શકે છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે મંગળ ગ્રહનું ગોચર મિશ્રિત ફળદાયી રહેશે. આ રાશિ માટે મંગળ બારમા ભાવનો થઇ જશે. જેના કારણે ખર્ચ વધશે.આ દરમિયાન તમારે જીવનમાં ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા વિરોધીઓથી બચીને રહેવું પડશે.

ગોચરની શરુઆત થોડી મુશ્કેલીભરી હોઈ શકે છે. પરંતુ તમે ધીમે-ધીમે મુશ્કેલીઓમાંથી નીકળી જશો. જીવનમાં સંતુલન બનાવવા માચે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે. નકારાત્મક વિચારોથી દૂર રહો.

મિથુન રાશિ
આ જાતકો માટે મંગળ અગિયારમાં ભાવનો થઇ જશે. જેના કારણે આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.

કર્ક રાશિ
કર્મ ભાવમાં મંગળનું ગોચર સ્ત્રી વર્ગ માટે ખૂબ સારું કહી શકાય નહીં પરંતુ તે પુરુષો માટે ખૂબ ફાયદાકારક રહેશે. રોજગાર તરફના તમામ પ્રયત્નો સાર્થક રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર મધ્યમ ફળદાયી રહેશે. ધંધામાં વધારા માટે તમે યાત્રા કરશો, પરંતુ તેનો લાભ તમને થશે નહીં. પરિવાર તરફથી તમને ઓછો સહયોગ મળશે. ગોચર કાળમાં કોઈને પણ નાણા આપશો નહીં. નહીં તો મુશ્કેલીઓ ઉભી થશે. જે જગ્યાએ જંપલાવશો ત્યાં પરેશાની આવી શકે છે.

તુલા રાશિ
આ રાશિથી મંગળ સાતમા ભાવનો રહેશે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળી શકે છે. ઘરમાં માંગલિક આયોજન થઇ શકે છે.

વૃશ્વિક રાશિ 

મંગળનું ગોચર તમારા માટે ઘણા કેસોમાં સારું સાબિત થશે, પરંતુ આ સમયગાળા દરમિયાન લેણદેણ વ્યવહારને ટાળો, નહીં તો તમારા દ્વારા આપવામાં આવેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલીઓ થશે.

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગોચર આળસ લઈને આવશે. જેના કારણે તમને કાર્યક્ષેત્રમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જે લોકો ધંધો વધારવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ગોચર કાળ સુધી રોકાઈ જાય. વાહનથી અકસ્માત થઇ શકે છે.

મકર રાશિ
મકર રાશિ માટે મંગળનું ગોચર મિશ્રિત ફળદાયી રહેશે. આ દરમિયાન પોતાનું અને પરિવારના આરોગ્યનું ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારના વાયરસથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં અધિકારીઓના કારણે નુકસાન થઈ શકે છે. કોર્ટ-કચેરીના કામથી દૂર રહો. દાંપત્ય જીવનમાં નાના-મોટા મુદ્દાઓને લઈને પરેશાની આવી શકે છે.

કુંભ રાશિ

શક્તિની ભાવનામાં મંગળનું ગોચર તમને શત્રુઓ ઉપર જીત આપશે. હિંમત અને શકયતા વધશે, તેમ છતાં કોઈને વધારે પૈસા આપવાનું ટાળો. ધર્મની બાબતમાં વધુ ભાગ લેશે. વિદેશ પ્રવાસનો સંયોગ બનશે.

મીન રાશિ

ધનભાવમાં મંગળનું ગોચર મિશ્ર પરિણામ આપશે. તમે વધુ બોલીને તમારું નુકસાન ઘણી વખત કરશો, તેથી જ્યાં સુધી તમે તેને પૂર્ણ ન કરો ત્યાં સુધી કોઈ પણ કામને જાહેર ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here