ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો કેળ, પપૈયા, વાડીનુ નવીનીકરણ અને ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર માટે તા. ૩૦ સપ્ટે. સુધીમાં અરજી કરી શકશે

0
136

ગીર-સોમનાથ તા. -૦૯, બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માટે ગીર-સોમનાથ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેથી જિલ્લાનાં બાગાયતદારો કેળ (ટીસ્યુ), પપૈયા, જુની વાડીનું નવીનીકરણ અને ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર ઘટક માટે તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે. સમયમર્યાદામાં ઓનલાઇન અરજીની નકલ અને જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.


અહેવાલ- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here