અંબાલામાં રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રીની ઉપસ્થિતિમાં સર્વધર્મ પૂજા થશે, ફાઈટર જેટ કરતબ બતાવશે; 17 વર્ષ પછી નવો ઈતિહાસ રચાશે

0
146
  • 2003 પછી પ્રથમ વખત કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા કાર્યક્રમમાં હાજર રહેશે
  • રાફેલ ચોથી જનરેશનનું સૌથી સ્ફુર્તિલુ વિમાન છે, તેનાથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે

ફ્રાન્સમાંથી ખરીદવામાં આવેલા 5 આધુનિક લડાકૂ વિમાન રાફેલને આજે અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ દરમિયાન સર્વધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર પૂજા થશે. કાર્યક્રમમાં રક્ષમંત્રી રાજનાથ સિંહ ચીફ ગેસ્ટ હશે. સાથે જ ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે. સેરેમની 6 કલાક ચાલશે.

10 વાગ્યે રક્ષામંત્રી આવશે, 10.30 વાગ્યાથી એર શો સમારંભને ઐતિહાસિક બનાવવા માટે વાયુસેનાએ તૈયારીઓ પૂરી કરી લીધી છે. સવારે 10 વાગ્યે રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી અમ્બાલા એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ કરશે. પછીથી 10.30 વાગ્યાથી એર શો શરૂ થશે. હવામાં એક પછી એક વિવિધ વિમાનો પ્રદર્શન કરશે. તે પછી ધ્રુવ હેલીકોપ્ટરની સારંગ ટીમ કરતબ બતાવશે. આ પહેલા 2016માં પણ સારંગ ટીમ ​અંબાલામાં એર શો કરી ચૂકી છે. અંબાલામાંના લોકો ઘરની છતો પરથી એર શો જોઈ શકશે.

રાફેલની સાથે અંબાલામાં પ્રથમ વખત સ્વદેશી તેજસ પણ કરતબ બતાવશે. તેજસ વિમાનમાં રાફેલની જેમ જ ડેલ્ટા વિંગ છે. આ સિવાય જગુઆર અને સુખોઈ-30 પણ પરફોર્મ કરશે.

17 ગોલ્ડન એરો સ્ક્વાડ્રનમાં સામેલ થશે
રાફેલરાફેલ ફાઈટર જેટની અંબાલા ખાતે આવેલી 17 સ્ક્વાડ્રનમાં સત્તાવાર એન્ટ્રી ઈતિહાસના પાનામાં નોંધાશે. 17 વર્ષ પછી કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા સમારોહમાં સામેલ થશે.

રાફેલની પાંચ ખાસિયત
1.રાફેલ ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સેમી સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનનું સૌથી હળવું વિમાન છે. આનાથી પરમાણું અટેક પણ કરી શકાય છે.
2.જેમાં આધુનિક હથિયાર પણ છે. જેવા કે આમા 1. રાઉન્ડ સાથે 30MMની કેનન છે. આ એક વખતમાં સાડા 9 હજાર કિલો સામાન લઈ જઈ શકે છે.
3.ખતરાની સ્થિતિમાં આમા લાગેલું રડાર વોર્નિગ રિસીવર, લેજર વોર્નિંગ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ હોય છે અને રડારને જામ થવાથી બચાવે છે.રડાર સિસ્ટમ 100 કિમીના દાયરામાં પણ ટાર્ગેટને શોધી લે છે.
4.જેમાં હવાથી હવામાં પ્રહાર કરનારી મેજિક-II, MBDA મીકા IR અથવા EM અને MBDA મીટિયર જેવી મિસાઈલ છે. આ મિસાઈલ હવામાં 150 કિમી સુધીના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.
5.હવાથી જમીન પર પ્રહાર કરવાની પણ શક્તિ છે. જેની રેન્જ 5.0 કિમી છે. આ ફાઈટર જેટના આવવાથી ભારતની શક્તિ હિન્દ મહાસાગરમાં પણ વધશે.

રાફેલની ડીલ અને ભારતમાં ડિલેવરી
ભારતે ફ્રાન્સ સાથે 2016માં 58 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી જેમાંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ પણ હશે. ટ્રેનર જેટ્સ ટૂ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફીચર હશે. ભારતને જુલાઈના અંતમાં 5 રાફેલ ફાઈટર જેટ્સનો પહેલો જથ્થો મળ્યો છે. 27 જુલાઈએ 7 ભારતીય પાયલટ્સે રાફેલ અંગે ફ્રાન્સથી ઉડાન ભરી હતી અને 7,000 કિમીની સફર નક્કી કરીને 29 જુલાઈએ ભારત પહોંચ્યા હતા.

તસવીર 29 જુલાઈની છે. એ દિવસે 5 રાફેલ 2 સુખોઈ વિમાનોના એસ્કોર્ટમાં અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા.

તસવીર 29 જુલાઈની છે. એ દિવસે 5 રાફેલ 2 સુખોઈ વિમાનોના એસ્કોર્ટમાં અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા.

ગત વર્ષે દશેરાના દિવસે 8 ઓક્ટોબરે રાફેલ જ્યારે ભારતને સોંપવામાં આવ્યા હતા. ત્યારે ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે હિન્દુ વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજા કરીને રાફેલ પર ‘ઓમ’ બનાવીને નારિયેળ ચઢાવ્યું હતું અને દોરો બાંધ્યો હતો. તેમની આ પૂજા અંગે વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા.

2003માં જ્યોર્જ ફર્નાડિસે અંબાલામાં મિગ-21 ઉડાવ્યું હતું
ઓગસ્ટ 2003માં NDA સરકારમાં રક્ષામંત્રી રહી ચુકેલા જ્યોર્જ ફર્નાડિસે 73 વર્ષની ઉંમરમાં મિગ-21 બાઈસનમાં ઉડાન ભરી હતી. એ વખતે મિગ-21 દુર્ઘટનામાં સતત પાયલટના મોત થવાના કારણે સરકાર પર સવાલ ઉઠવા લાગ્યા હતા. આ વિમાનોને ફ્લાઈંગ કોફિન પણ કહેવા લાગ્યા હતા.

અંબાલામાં ત્યારે મિગ-21ની કોબરા સ્ક્વોડ્રન તહેનાત હતી. જ્યોર્જ ફર્નાડિસે કોબરા સ્ક્વાડ્રનના કમાંડિંગ ઓફિસર વિંગ કમાંડર એન હરીશ સાથે ઉડાન ભરી હતી. લગભગ 25 મિનિટની ઉડાન પછી તેમણે આ વિમાનની પ્રશંસા કરીને તેને રિયલ ફાઈટિંગ મશીન ગણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here