માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ ના આગેવાનોની મળી PGVCL એસ સી લાખાણી સાહેબ સાથે બેઠક

0
264

વીજ સમસ્યા મુદ્દે કરવામાં આવી ચર્ચા પાલીકા પ્રમુખ ઝાલા દ્વારા ઉગ્ર રજુઆત

માંગરોળ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ પોરબંદર સર્કલ ના એસ સી લાખાણી સાહેબ તેમજ માંગરોળ ડી ઇ રાઠોડ, ડી ઇ. પટાટ સાથે બેઠક મળી હતી જેમાં વીજળી ને સમસ્યાઓ વારંવાર વીજળી ગુલ થવી, કોલ રિસીવ ના થવો તેમજ શહેરની વીજળીને લગતી તમામ સમસ્યાઓ બાબતે વગેરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી..

આ મિટિંગમાં માજી મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ખડીયા દરબાર, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા, ઉપ્રમુખ મનોજ વિઠલાણી, જિલ્લા પંચાયત સદસ્યો વાલભાઈ ખેર, લક્ષમનભાઈ ભરડા, પૂર્વ પાલીકા પ્રમુખ યુસુફ ભાઈ સાટી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનભાઈ રામ, શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂનભાઈ જેઠવા, સદસ્યો ફારૂક ચૂડલી, ઇબ્રાહિમ બખાઈ, ભાજપ પ્રમુખ લીનેસ સોમૈયા, નિતીન પરમાર, રાજુભાઈ હાજર રહયા હતા..


અહેવાલ- ઇમરાન બંગારા ,માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here