જામનગર જિલ્લાના તમામ બાયપાસ પર પોલીસ ગોઠવાઇ હાઇવે પર કડક અમલવારી શરૂ થતાં વાહનચાલકોમાં દેકારો

0
508

જામનગર સહિત રાજ્યભરમાં હેલ્મેટના કાયદાનું હાઈ-વે પર ચૂસ્ત અને કડક અમલવારી માટે આજે ગાંધીનગરથી આદેશો છૂટ્યા બાદ 20 સપ્ટેમ્બર સુધી સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવતા જામનગર શહેરના આજુબાજુના બાયપાસ પર સવારથી પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને હેલ્મેટ વગર નીકળેલા દ્વિ-ચક્રીય વાહનચાલકોને દંડવાનું શરૂ કરતા વાહનચાલકોમાં દેકારો બોલી ગયો હતો.


જામનગર સહિત આખા રાજ્યમાં વાહન અકસ્માતમાં માથા પર ગંભીર ઈજા થવાથી મૃત્યુ દર વધતા હોવાના આંકડાઓ પરથી રાજ્ય સરકાર સફાળી જાગી છે અને આજથી જ હાઈ-વે પર દ્વિ-ચક્રીય વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાની સાથોસાથ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. શહેરના લાલપુર બાયપાસ, ખીજડિયા બાયપાસ, ઠેબા ચોકડી, સમર્પણ સર્કલ, ખંભાળિયા હાઈ-વે પર આજે સવારે પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને હેલ્મેટ માટેની સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવીને હેલ્મેટ વગર નીકળેલા અનેક લોકોને રૂા.500નો દંડ ફટકાર્યો હતો. રાતોરાત હેલ્મેટ ફરજિયાત કરીને દંડ ફટકારવાનું શરૂ કરાતા વાહનચાલકોમાં રોષ ફેલાઈ ગયો છે અને માસ્ક બાદ હવે હેલ્મેટની મોકાણ પણ શરૂ થઈ હોવાનો છૂપો રોષ લોકોમાં ફેલાયો છે.

અહેવાલ- સાગર સંધાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here