ઉદ્ધવ ઠાકરે વિશે અપમાનજનક ટિપ્પણી કરતા કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

0
31

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે વચ્ચે ચાલી રહેલો વિવાદ ધીરે ધીરે મોટુ સ્વરૂપ લઈ રહ્યો છે. કંગના વાંરવાર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર શાબ્દિક હુમલાઓ કરી રહી છે. જેનો જવાબ તેમણે કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવીને આપ્યો હતો. તેનાથી પણ કંગનાનો પાવર ઓછો થયો ન હતો. કંગનાએ ઉદ્ધવને વંશવાદનો નમૂનો કહ્યો હતો, તો શિવસેનાને બાબરી સેના કહીંને ઉતારી પાડી હતી.

કંગનાની ઉદ્ધવ ઠાકરે સાથેની માથાકુટ તેને જ ભારી પડી રહી હોય એમ લાગી રહ્યુ છે. મુંબઈના વિક્રોલી પોલિસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યુ હતુ કે કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. આ ફરિયાદ ઉપર પોલિસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ FIR  નોંધાય હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here