ભાવનગરમાં એક શિક્ષિકાએ કામના ભારણથી જીવન ટુંકાવતા ચકચાર મચી ગઈ છે. તેમની અંતિમ ચીઠ્ઠીમાં લખેલું લખાણ ખરેખર આપણા હદયના તાર ઝણઝણાવી દે તેવું છે.
- ભાવનાબેન વાળા નામની શિક્ષિકાનો આપઘાત
- સ્યુસાઈડ નોટમાં કામના ભારણને ગણાવ્યું જવાબદાર
- પરિવારે આચાર્ય પર માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો
ભાવનગરના લાખણકા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આત્મહત્યા કરી. 36 વર્ષીય શિક્ષિકા ભાવના પોરિયાએ મલેકવદર રોડ પર આવેલા ગામના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી. 1 વર્ષથી લાખણકા પ્રાથમિક શાળામાં નોકરી હતા.
.jpg)
- સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
- SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
- કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
શિક્ષિકાએ આત્મહત્યા પૂર્વે લખેલી સુસાઇડ નોટ પણ મળી
શાળાના કામમાં આચાર્ય ઉદય મારુ માનસિક પ્રેસર આપતા હોવાનો શિક્ષિકાના ભાઈનો આક્ષેપ છે. શિક્ષિકાએ આત્મહત્યા પૂર્વે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં શિક્ષીકા કંટાળી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.