અમેરિકાએ હજારો ચીની વિદ્યાર્થીઓનાં વિઝા રદ કરી દીધા છે. જે વિદ્યાર્થીઓનાં વિઝા રદ કરવામાં આવ્યા છે તે ગ્રેજ્યુએટ અને રિસર્ચર સ્ટુન્ડટ છે. આ મામલે ગૃહમંત્રીએ કહ્યું કે, અમેરિકા, ચીનના ગુપ્તચર વિભાગ કે પીપલ્સ લિબરેશન આર્મીથી સાથે જોડાયેલ ચીનની શૈક્ષણિક સંસ્થાનોના ગ્રેજ્યુએટ છાત્રો અને રિસર્ચર્સના વિઝા રદ કરવાના મહીનાઓ પહેલાંના પ્રસ્તાવ પર વિચાર કરતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, જાસૂસીને કારણે દેશની સુરક્ષાને ખતરો ઉત્પન્ન થઈ શકે છે.
ગૃહમંત્રી ચેડ વોલ્ફે ફરી એકવાર અન્યાયપૂર્ણ રીતે વેપાર વ્યવહાર, ઓદ્યોગિક જાસૂસી અને કોરાના વાયરસ રિસર્ચ ચોરવાનો આરોપ લગાવતાં કહ્યું કે, ચીન અમેરિકા દ્વારા છાત્રોને આપવામાં આવેલાં વિઝાનો દુરુપયોગ કરી રહ્યું છે. આ સાથે જ તે અમેરિકાની શિક્ષાનો પણ ખોટો પ્રયોગ કરી રહ્યું છે. એટલું જ નહીં તેઓએ કહ્યું કે, અમેરિકા ચીન દ્વારા બનાવવામાં આવતાં માલ ઉપર પણ રોક લગાવવા જઈ રહ્યું છે. તેઓએ પ્રત્યેક માણસ અને તેમની ગરિમાનું સન્માન કરતાં રહેવું જોઈએ. અમેરિકાએ ચીનના ઝિજિયાંગ વિસ્તારમાં રહેતાં મુસ્લિમોના શોષણનો આરોપ લગાવતાં આ વાત કહી હતી.
એક અમેરિકી પ્રવક્તાએ કહ્યું કે, 29 મેએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલ ઘોષણાના ફળસ્વરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે ચીન હોંગકોંગમાં લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જણાવી દઈએ કે ટ્રમ્પે કહ્યું હતું કે, હવે હોંગકોંગની સાથે ચીનના જેમ જ વ્યવહાર કરવામાં આવશે.
હોંગકોંગ માટે ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને લાગુ કર્યાના નિર્ણયનો હવાલો આપતાં ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર સહી કરી અને કહ્યું કે તેનાથી હોંગકોંગને મળતી વિશેષ આર્થિક છૂટને સમાપ્ત કરી દેવામાં આવશે.