સત્તા માટે ભાન ભૂલ્યાં : કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અમિત ચાવડા માસ્ક વગર, જમવા માટે પડાપડી

0
444
માત્ર ભાજપના નેતાઓ જ કોરોનાની મહામારી માટે બેદરકારી દાખવી છે એવું નથી પરંતુ આ સંકટમાં કોંગ્રેસની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં માસ્ક વગરના કોંગી નેતાઓ જોવા મળ્યા હતા.
  • ભાજપ નેતાઓ બાદ કોંગ્રેસ નેતાઓની પણ બેદરકારી
  • વલસાડમાં કોંગ્રેસના નેતાઓ માસ્ક વિના દેખાયા
  • જાહેર કાર્યક્રમમાં નેતાઓ માસ્ક વિના દેખાયા


માત્ર ભાજપના નેતાઓ જ કોરોનાની મહામારી માટે બેદરકારી દાખવી છે એવું નથી પરંતુ આ સંકટમાં કોંગ્રેસની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં માસ્ક વગરના કોંગી નેતાઓ જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નહોતુ કરાયું. ત્યારે શું ભાજપ શું કોંગ્રેસ કો રોના કોઈનો સગો નથી. એટલી સરળ વાત પણ નેતાઓ સમજી નથી રહ્યા. આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને મરણિયા થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે યોજેલી રેલીઓ અને કમલમમાં ગોઠવેલી મીટીંગોના પરિણામે હાલ ભાજપના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. 

કોણ કોણ દેખાયા માસ્ક વગર 

અમિત ચાવડા, હાર્દિક પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહીં પરંતુ કપરાડામાં પેટા ચૂંટણીની રણનીતિના ભાગરૂપે હતો યોજવામાં આવેલ કાર્યક્રમમાં કેટલાક કાર્યકર્તાઓ, નૃત્ય કરતી બાળકીઓએ પણ માસ્ક નથી પહેર્યા. ગ્રામજનો અને બાળકીઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભુ થયું છે. 

વલસાડમાં કોંગ્રેસ કાર્યક્રમમાં જમવા માટે પડાપડી થઈ રહી છે. અરનાલામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પડાપડી થઈ રહી છે. કાર્યકર્તાઓએ જમવામાં પડાપડી કરી રહ્યા છે.  જમવાના આયોજનમાં અવ્યવસ્થા જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરોએ જમવા માટે પડાપડી કરી હતી. અને કોરોનાની મહામારીને ભૂલી જવામાં આવી હોય તેવું આ દ્શ્યો જોઈને લાગી રહ્યું હતુ. 

સળગતા સવાલ

  • ભાજપ-કોંગ્રેસના નેતાઓને કોરોનાથી નથી લાગતો ડર?
  • નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના નિર્ભક જ હોય ?
  • જે તે સમયે ભાજપ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતાઓ જ કેમ ભુલે છે સાવધાની?
  • ભાજપની રેલી પર સવાલ ઉઠાવ્યા,પરંતુ તમે પણ માસ્ક પહેરવાનું ભુલી જ ગયા ને?
  • હાર્દિક પટેલ,અમિત ચાવડાને કોરોનાનો ડર નથી લાગતો?