સુરેશ રૈનાના ફૂવા અને ભાઈની મોત પર સની દેઓલનું આવ્યું નિવેદન, કહ્યું મારા મતક્ષેત્રમાં…

0
197
બોલિવૂડ એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલે શનિવારે કહ્યું કે સુરેશ રૈના અને તેના પરિવારને ન્યાય મળશે. ગયા મહિને સુરેશ રૈનાના પરિવાર પર હુમલો થયો હતો જેમાં કેટલાક લોકોનુ મૃત્યુ થયુ હતુ.
  • સની દેઓલે આપી રૈનાને હૈયાધારણા
  • રૈનાના પરિવારને મળશે ન્યાય
  • પંજાબ પોલિસને રૈનાએ કરી હતી અરજી
  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

સની દેઓલે પઠાણકોટના એએસપી ગુલનીત સિંહ સાથે મુલાકાત કરી અને કાયદા વ્યવસ્થા પર વાતચીત કરી, ગુરદાસપુર સાંસદે પણ રૈનાના પરિવાર પર હુમલાની જાણકારી લીધી હતી. સની દેઓલે આ મામલે ટ્વિટર પર માહિતી આપી હતી.

પોલિસના કહ્યાં અનુસાર 19 ઓગસ્ટની રાત્રે પઠાણકોટમાં કેટલાક લૂટેરાઓએ રૈનાના પરિવાર પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં  રૈનાના ફુઆ અશોક કુમારનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યુ હતુ. રૈનાએ આ બાબતે પંજાબ પોલિસની મદદ માંગી હતી.

આ બાદ પંજાબ પોલિસના ચાદ સદસ્યોની વિશેષ ટીમની ઘોષણા કરી હતી, જે આ કેસની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here