મહિલા PSIનો આરોપ: રાજુલાના સેશન્સ જજે મને ‘લવ યુ ટુ’નો મેસેજ કર્યો, જજે કહ્યું, ભૂલથી મારી કામવાળીએ કર્યો..

0
663

અમરેલી જિલ્લામાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇને એક નંબર પરથી ‘મીસ યુ ડીયર, ગુડ મોર્નીંગ અને લવ યુ ટુ’ લખેલા મેસેજ આવ્યા હતા. જેથી પીએસઆઇએ ફોન કરતા સામેની વ્યક્તિએ જણાવ્યું હતુ કે, ‘હું રાજુલા એડિશ્નલ સેશન્સ કોર્ટના જજ એસ પી ભટ્ટ બોલું છું. જેથી મહિલા પીએસઆઇએ એસપી નિર્લીપ્ત રાયને લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

અમરેલી જિલ્લાની એક મહિલા પીએસઆઇએ એસપીને એક અરજી કરી જણાવ્યુ હતુ કે, ૩૧ ઓગસ્ટ સવારે ૮.૪૦ વાગ્યે મહિલા પીએસઆઇએ પોતાનો મોબાઇલ જોયો હતો જેમાં રાત્રે ૨.૪૩ વાગ્યે એક નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો. જેમાં મીસ યુ ડીયર, ગુડ મોર્નીંગ અને લવ યુ ટુ લખેલું હતુ. આ કોણે મેસેજ કોણે કર્યા હશે તે વિચારી પીએસઆઇએ બે ત્રણ વાર તે નંબર પર કોલ કર્યા હતા પરંતુ સામેની વ્યક્તિએ ફોન ઉપાડયો ન હતો.

દરમિયાનમાં એક કોલ ઉપાડી લેતા કોણ બોલો છો તેમ કહેતા જ કોલ કાપી નાખ્યો હતો. મહિલા પીએસઆઇ પોલીસ સ્ટેશન જઇ સ્ટેશનના મોબાઇલ ફોનથી આ નંબર પર કોલ કર્યો હતો. આ સમયે મહિલા પીએસઆઇએ પુછયું કોણ બોલો છો ? તો સામેના વ્યક્તિએ કહ્યું કે, ‘હું રાજુલા એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસ પી ભટ્ટ બોલું છું.’ જેથી મહિલા પીએસઆઇએ આ મેસેજના સ્ક્રિન શોટ લઇ આ અંગે જિલ્લા એસપીને યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.

જજે કહ્યું, ભૂલથી મારી કામવાળીએ કર્યા છે ।

મહિલા પીએસઆઇએ પોલીસ સ્ટેશનના નંબર પરથી જ્યારે કોલ કર્યો. ત્યારે એડિશનલ સેશન્સ જજે પોતાની ઓળખ આપી કહ્યું હતું કે, આ મેસેજ ભૂલથી મારી કામવાળીએ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here