સાબરડેરીનું રાજકારણ સોશિયલ મીડિયામાં વાયરલ, ફરીથી 12 પેજનો પત્ર ફરતો થયો જાણો શું છે લેટરમાં?

0
121
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં સાબરડેરી તેમજ સાબરકાંઠા બેંક એ ૧૦ લાખથી વધારે લોકો માટે જીવાદોરી એકમાત્ર સાધન છે તેમજ દિન-પ્રતિદિન તેનો વિકાસ જિલ્લાના કેટલાક અનામી લોકોને ખટકતો હોય તેમ વધુ એકવાર બાર પેજ લાંબો પત્ર સોશીયલ મીડીયા થકી વાયરલ થયો છે જેના પગલે સમગ્ર સહકાર વિભાગમાં ખળભળાટ સર્જાયો છે.
  • સોશિયલ મીડિયા થકી સહકાર વિભાગ ઉપર બાર પેજ લાંબો આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે નો પત્ર વાયરલ
  • જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે 
  • ચેરમેને કહ્યું સોશિયલ મીડિયામાં નહીં સામે આવી વાત કરો

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં મોટાભાગના લોકોની આધારશીલા ખેતી તેમજ પશુપાલન છે સાથોસાથ સાબરકાંઠા બેંક તેમજ સાબરડેરી થતી જિલ્લાના પશુપાલકો તેમજ ખેડૂતો માટે આજીવિકા અને એકમાત્ર સાધન બની રહ્યા છે સાથોસાથ દિનપ્રતિદિન ખેતી તેમજ પશુપાલન માં થઈ રહેલો વિકાસ હવે આસપાસના જિલ્લાઓમાં પણ વિરોધાભાસમાં કારણ બની રહ્યું છે ત્યારે છેલ્લા છ માસમાં વધુ એકવાર સોશિયલ મીડિયા થકી સહકાર વિભાગ ઉપર બાર પેજ લાંબો આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે નો પત્ર વાયરલ થઈ રહ્યો છે.

શું છે પત્રમાં?

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

સાબરડેરીમાં પૂર્વ ચેરમેનથી લઇ વર્તમાન ચેરમેન સુધી વિવિધ બાબતે વિરોધાભાસ વ્યક્ત કરાયો છે જેમાં સાબરદાણથી લઈ સાબર ડેરી દ્વારા ખરીદાયેલી જમીન સુધીની બાબતો ઉલ્લેખ કરાયો છે સાથોસાથ સાબરકાંઠા બેંકના ચેરમેન અને તેમના સાથીદારો સામે પણ બોગસ ભરતી મામલે વિવિધ વિરોધાભાસ રજૂ કરવામાં આવેલ છે. 

ચેરમેને કહ્યું સોશિયલ મીડિયામાં નહીં સામે આવી વાત કરો

જોકે આ મામલે સાબરકાંઠા બેન્કના ચેરમેન દ્વારા બોગસ પત્ર વાયરલ કરનારાઓને આડકતરી રીતે સાફ શબ્દોમાં કહેવાય છે કે જો સાચા હોય તો જે તે વાયરલ કરનારા વ્યક્તિઓ સહકારને બદનામ કર્યા સિવાય સામે બેસીને વાત કરે તો દરેક બાબતનો ઉકેલ આવી શકે તેમ છે જોકે આવું ન કરનારા તત્વોને ભગવાન સદબુદ્ધિ આપે તેમ કહેવાયું છે

જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે 

સાબરડેરીના વર્તમાન ચેરમેન તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે સહકાર વિભાગ ને બદનામ કરનારા તત્વોને હવે જો સાચા હોય તો સામે આવવાની જરૂર છે જેના પગલે સહકાર વિભાગ બદનામ થતો અટકે તેમજ આવા નનામા પત્ર થકી સમગ્ર સહકાર વિભાગની સોશિયલ મીડિયા ના સહારે અનામી પત્રો લખનારાઓ સામે જરૂર પડે તપાસ કરી આગામી સમયમાં કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે હવે જોવું એ રહે છે કે આગામી સમયમાં પત્રિકા યુદ્ધ થકી વિવિધ આક્ષેપો કરી ચર્ચાસ્પદ બની રહેતા ચહેરા આગામી સમયમાં લીટલ થકી કેવા અને કેટલા ખુલાસો કરે છે કે પછી જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here