અરબી સમુદ્રમાં લો પ્રેશર થઈ રહ્યું છે સક્રિય: ગુજરાતના આ વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની આગાહી

0
216
અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માથે ભારે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા થવાની સંભાવનાઓ છે.
  • 3 દિવસ સુધી ગુજરાતમાં પડી શકે છે વરસાદ
  • મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
  • અરબી સમુદ્રમાં લો પ્રેશર થઈ રહ્યું છે સક્રિય

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

13 સપ્ટેમ્બરના લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે​

11થી 13 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. જેમાં દ.ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહીતના વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદ થવાની વકી છે. 13 સપ્ટેમ્બરના લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. 

ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

નવસારી, વલસાડ, સુરત, અમદાવાદ, વડોદરામાં વરસાદ પડી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here