અંબાણી ભારતની સૌથી મોટી ડીલની તૈયારીમાં, વિશ્વના સૌથી ધનિક સાથે 1.47 લાખ કરોડનો થઈ શકે સોદો

0
408
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL)એ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન.ઈન (Amazon.in)ને તેના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલમાં 20 બિલિયન ડોલર (લગભગ 1.47 લાખ કરોડ)નો હિસ્સો વેચવાની ઓફર કરી છે.
  • અંબાણી ભારતની સૌથી મોટી ડીલની તૈયારીમાં
  • રિલાયન્સ અને એમેઝોન વચ્ચે થઈ શકે છે ડીલ
  • અગાઉ પણ એમેઝોન રિલાયન્સ રિટેલમાં રોકાણની વાત કરી ચૂકી છે

40% ટકા હિસ્સો વેચી શકે છે કંપની

બ્લૂમબર્ગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એમેઝોનને તેના રિલાયન્સ રિટેલ બિઝનેસમાં 40% હિસ્સો ખરીદવાની ઓફર કરી છે. રિલાયન્સ અને એમેઝોન વચ્ચેનો સોદો 20 બિલિયન ડોલરમાં થઈ શકે છે. જોકે, આ ડીલ માટે એમેઝોન તરફથી હજી કોઈ જવાબ મળ્યો નથી.

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

આ ભારત માટે સૌથી મોટી ડીલ હશે

તમને જણાવી દઈએ કે, જો એમેઝોન ઈંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે આ 1.47 લાખ કરોડ રૂપિયાની (20 અબજ ડોલર) ડીલ ફાઈનલ થઈ જાય તો આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હશે. આ સમાચાર આવતા જ ગુરૂવારે રિલાયન્સના શેરમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે તેની ડિજિટલ શાખા રિલાયન્સ જિયો માટે એપ્રિલથી અત્યાર સુધી ઘણાં રોકાણકારો પાસેથી લગભગ 20 અબજ ડોલર એકત્ર કર્યા છે. આ રોકાણકારોમાં ગૂગલ અને ફેસબુક જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. 

અંબાણીને લૉકડાઉન ફળ્યું છે

માર્કેટ કેપની વાત કરીએ તો દેશની સૌથી મોટી કંપની RIL-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એપ્રિલથી જૂન એમ 58 દિવસમાં કુલ 168,818 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. જ્યારે હાલમાં જ સિલ્વર લેકે 1 અબજ ડોલરનું રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કર્યું છે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓમાં રાઇટ્સ ઇશ્યૂ અને ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોમાં હિસ્સો વેચીને કંપનીએ ભંડોળ ઉભુ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી કે રિલાયન્સે વિશ્વના ટોચના નાણાકીય રોકાણકારોથી પોતાના ડિજીટલ એક Jio પ્લેટફોર્મમાં પ્રાપ્ત રેકોર્ડ રોકાણ અને મેગા શેરના વેચાણ દ્વારા માર્ચ 2021 પહેલા નેટ ડેટા ફ્રી એટલે કે દેવા મુક્તના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે.