બદલાની ભાવનાને કારણે કંગના રનૌતની ઓફિસ તોડવા મામલે હવે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર સામે ચોતરથી ફિટકાર વરસાવામાં આવી રહ્યો છે. તેવામાં આજે કંગના રનૌતે આ મામલે હવે સોનિયા ગાંધીને બે ટ્વીટ કરીને વેધક સવાલો કર્યા છે. અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં અન્યાય સામે દખલ કરવા પણ માગ કરી છે.
કંગના રનૌતે ટવીટ કરીને લખ્યું કે, માનનીય કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીજી એક મહિલા તરીકે તમને પીડા થતી નથી કે જ્યારે તમારી મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જે રીતની ટ્રીટમેન્ટ મને આપવામાં આવી રહી છે? શું તમે ડો. આંબેડકર દ્વારા આપવામાં આવેલ સંવિધાનના સિદ્ધાંતોને બનાવી રાખવા માટે તમારી સરકારને અનુરોધ કરી શકતી નથી?
આ ઉપરાંત બીજી ટ્વીટમાં કંગનાએ લખ્યું કે, તમારો ઉછેર પશ્ચિમમાં થયો છે અને તમે ભારતમાં રહ્યા છો. તમને અહીં સ્ત્રીઓનાં સંઘર્ષ અંગે જાણતા હશો. ઈતિહાસ તમારા મૌન અને ઉદાસીનતાનો ન્યાય કરશે જ્યારે તમારી પોતાની સરકાર મહિલાને હેરાન કરી રહી છે અને એ લો એન્ડ ઓર્ડરનો મજાકની ખાતરી રહી છે. હું આશા રાખીશ કે આ મામલે તમે દખલ કરશો.