કોરોનાના કહેર વચ્ચે આજથી ગુજરાતના કયા કયા રૂટ પર શરૂ થશે વોલ્વો બસ સેવા? જાણો વિગત

0
308

આજથી રાજકોટથી દિવ , ભાવનગર , મહુવા ,સોમનાથ , ભુજના રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. જોકે, અનલોકમાં અનેક છૂટછાટ સરકાર તરફથી આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં લોકોને પ્રવાસ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે 60 ટકા પેસેન્જર સાથે એસ.ટી. બસો શરૂ કરવામાં આવી છે. હજુ થોડા સમય પહેલા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. સેવા શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ કેટલાક રૂટો પર વોલ્વો બસ સેવા આજથી શરૂ કરવામમાં આવી છે.

આજથી રાજકોટથી દિવ , ભાવનગર , મહુવા ,સોમનાથ , ભુજના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ બસ સેનેટાઇઝ અને પેસેન્જરનું સ્ક્રિનિંગ સહિતની કામગીરી કરવામાં આવશે. 60 ટકા પેસેન્જર સાથે વોલ્વો સેવા શરૂ કરાશે. આગામી સમયમાં વધુ રૂટ શરૂ કરવામાં આવશે.