ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારોને લઈને એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હાલમાં જ શોમાં નટુકાકાનો રોલ પ્લે કરી રહેલાં ઘનશ્યામ નાયકને ગળાની સર્જરી માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. ત્યારે હવે શોની અભિનેત્રી નવીના બોલે પર પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. નવીનાના પિતા વીરેન્દ્ર બોલેનું નિધન થઈ ગયું છે. નવીનાએ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
- તારક મહેતાના દર્શકો માટે વધુ એક ખરાબ સમાચાર
- તારક મહેતામાં કામ કરી ચૂકેલી અભિનેત્રીના પિતાનું અવસાન
- તો હાલમાં જ નટુ કાકાને સર્જરી માટે દાખલ કરાયા
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ગળામાં ગાંઠ હોવાને કારણે નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકને હોસ્પિટલ એડમિટ કરાયા છે અને તેમની સર્જરી થઈ ગઈ છે અને તેમને 7 દિવસ સુધી આઈસીયુમાં રખાશે. ત્યારે હવે નવીનાએ પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પિતાને અંતિમ વિદાય આપી છે અને તે ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે, તેના પિતા સારી જગ્યાએ હશે. નવીનાએ કહ્યું કે, તે પિતા સાથે વધુ સમય પસાર કરી શકી નહીં. સાથે જ એક્ટ્રેસે તેની દિકરી કીમાર્યા તરફથી લખ્યું કે, એ તેના નાનુને ક્યારેય નહીં ભૂલે અને બહુ જ યાદ કરશે.
એક્ટ્રેસે પિતા માટે લખી ઈમોશનલ પોસ્ટ
- ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
- કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
- અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ
નવીનાએ તેની પોસ્ટમાં લખ્યું- અત્યારે મારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. બસ આશા અને પ્રાર્થના કરી રહી છું કે, તમે વધુ સારી અને શાંતિપૂર્ણ જગ્યાએ હશો. જ્યાં કોઈ ડર, કોઈ દર્દ તમારી પાસે નહીં આવે. મને ખબર છે કે, તમે હમેશાં આસમાનમાંથી અમને જોઈને ખુશ થશો. મને દુઃખ છે કે, હું તમારી સાથે સમય પસાર ન કરી શકી અને તમને એ પ્રેમ ન આપી શકી. પણ તમે જ્યાં પણ હશો મારા હૃદયના ધબકારા સાથે તમને યાદ કરીશ. કિમૂ ક્યારેય તેના નાનુને ભૂલશે નહીં. લવ યૂ સો મચ પાપા.
એકવાર ફરી નવીના બોલેની તારક મહેતા શોમાં એન્ટ્રી થવાની છે. નવીના સારા નામની મનોચિકિત્સકના રોલમાં જોવા મળશે. તે શોમાં ડોક્ટર હાથીની મિત્ર હશે. જે જેઠાલાલની ઊંઘની પરેશાની દૂર કરશે. શોમાં નવીના, જેઠાલાલ સાથે વીડિયો કોલ પર કંસલ્ટ કરશે, જેનાથી જેઠાલાલની ઊંઘની પરેશાની દૂર થશે. તમને જણાવી દઈએ કે, નવીના પહેલાં પણ શોમાં કેમિયો કરી ચૂકી છે.