લોકડાઉન વચ્ચે કેશોદના અગતરાય ગામ પાસે કારખાનામાંથી 62 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગરો ફરાર
જૂનાગઢ. લોકડાઉનના માહોલ વચ્ચે કેશોદ નજીકના અગતરાય ગામ પાસે નેશનલ હાઇવે નજીક શિવશક્તિ મીલથી 62 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ અંધારા રહેતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 62 લાખની કિંમતની 1294 પેટી, 15528 બોટલ દારૂ પોલીસે જપ્ત કર્યો છે. મોટાપાયે દારૂ પકડાતા બુટલેગરો ફરાર થઇ ગયા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે કેશોદમાં પ્રવેશતા રોડ પર પોલીસે કડક બનીને ચેકિંગ હાથ ધર્યુ છે.

