રાજકોટમાં મંજૂરી વગર શ્રાદ્ધના મહિનામાં સાધુઓ ઈજાગ્રસ્ત 2 હાથી સાથે દક્ષિણા ઉઘરાવતા, વન વિભાગે રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડ્યા

0
179

વન્યપ્રાણી સુરક્ષા અધિનિયમ હેઠળ મંજૂરી વિના વન્ય પ્રાણીઓને રાખવા પર પાબંદી હાલ ભાદરવા મહિનાનું શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં હાથી સાથે સાધુઓ દાન-દક્ષિણા ઉઘરાવવા નીકળ્યા હતા. જો કે, વન વિભાગની મંજૂરી વગર સાધુઓ ઈજાગ્રસ્ત હાલતમાં હાથીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેરવી દક્ષિણા ઉઘરાવી રહ્યા હતા. પરંતુ આ આ અંગેની જાણ વન વિભાગને થતા ટીમ દોડી આવી હતી અને હાથીનું રેસ્ક્યુ કરી સારવાર માટે જામનગર મોકલવામાં આવ્યા હતા.

હાથીના પીઠ પર દાઝ્યાના નિશાન જોવા મળ્યા
સામાન્ય રીતે વન્યપ્રાણી સુરક્ષા અધિનિયમ હેઠળ મંજૂરી વિના વન્ય પ્રાણીઓને રાખવા પર પાબંદી મૂકવામાં આવી છે. આ સંજોગોમાં રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી હાથી લઈને જુદા-જુદા વિસ્તારોમાં સાધુઓ ફરી રહ્યા હોવાની જાણ વન વિભાગને થઈ હતી. આથી ટીમ દોડી ગઈ હતી. હાથીના પીઠ પર દાઝ્યા નિશાન પણ જોવા મળ્યા હતા. આથી વન વિભાગે રેસ્ક્યુ કરી બંને હાથીને સારવાર માટે તાત્કાલિક ટ્રકમાં ચડાવી જામનગર સારવાર માટે ખસેડ્યા હતા.

જામનગર રાધે-ક્રિષ્ના ટ્રસ્ટમાં પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે
જામનગર નજીક રાધે-ક્રિષ્ના ટ્ર્સ્ટ દ્વારા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. અહીં બંને હાથીની સારવાર થઈ શકે તે જાણી સારવાર માટે ખસેડ્યા હતા. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ હેઠળ સમાવિષ્ટ યાદીમાંથી કોઈ પણ વન્ય પ્રાણી મંજૂરી વિના રાખી શકાતા નથી. જે કાયદાથી ગુનાને પાત્ર બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here