વધારે ગળ્યું ખાવાથી નહીં પણ, આ 4 કારણોને લીધે થાય છે ડાયાબીટીસ, જાણો વિગતે

0
242

આજના સમયમાં લોકોનું જીવન વધુ વ્યસ્ત રહે છે જેના કારણે તેઓ તેમના શરીર પર ધ્યાન આપી શકતા નથી. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત આહારને લીધે વ્યક્તિને ઘણા રોગો થાય છે. તમને મોટાભાગના ઘરમાં ડાયાબિટીઝની સમસ્યા જોવા મળે છે. મોટાભાગના લોકો માને છે કે ડાયાબિટીઝ વધારે ખાંડ ખાવાથી થાય છે. તેથી તમે સાંભળ્યું જ હશે કે લોકો કહે છે કે વધારે પડતા મીઠાશ ન ખાઓ, પરંતુ આ સાચું નથી. કેમ કે સુગરયુક્ત ખાવાથી ડાયાબિટીઝ થતી નથી.

જે લોકોને સામાન્ય બ્લડ શુગર હોય છે તે મીઠાઇ ખાઈ શકે છે મીઠાઈ અને ડાયાબિટીસના વચ્ચે કોઈ જોડાણ નથી. ઘણા ડાયાબિટીસ દર્દીઓ છે જેઓ મીઠાઇ નથી ખાતા અને કેટલાક એવા પણ છે જેમને મીઠું જ નથી ગમતું પણ ડાયાબીટીસ હોય છે. ખરેખર, ડાયાબિટીઝનું મુખ્ય કારણ ઇન્સ્યુલિનનો અભાવ છે. ડાયાબિટીઝના દર્દીઓ ડોકટરની સલાહથી મીઠાઇ ખાઈ શકે છે.

ડાયાબિટીઝના બે પ્રકાર છે, પ્રકાર A અને પ્રકાર B, જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇન્સ્યુલિન ઉત્પાદિત કોષોને નષ્ટ કરે છે, ત્યારે તેને ટાઇપ એ ડાયાબિટીસ કહેવામાં આવે છે. જ્યારે શરીર ઇન્સ્યુલિન પેદા કરવામાં અસમર્થ હોય છે તો તેને ટાઇપ બી ડાયાબિટીસ તરીકે ઓળખાય છે પરંતુ આ બંને સ્થિતિનો સ્વીટ ફૂડ સાથે કોઈ સંબંધ નથી આજે અમે તમને આ લેખ દ્વારા ડાયાબિટીઝનું મુખ્ય કારણ શું છે તે વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ચાલો જાણીએ ડાયાબિટીઝની સમસ્યાનું કારણ

જે લોકોને પૂરતી ઊંઘ આવતી નથી તેમને ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે હોય છે ઘણીવાર ઓછી ઊંઘ લેવી સામાન્ય બાબત છે, પરંતુ જો તમે સતત સૂઈ શકતા નથી, તો તમારે સાવધ રહેવાની જરૂર છે કારણ કે આવા લોકો જલ્દીથી ડાયાબિટીઝની બિમારીથી પીડાય છે.

જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તે ડાયાબિટીઝનું કારણ બની શકે છે. જંક ફૂડ અથવા ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી શરીરનું વજન વધતું હોય છે, જેના કારણે જો તમે આ વસ્તુઓનું સેવન કરો તો તમને ઘણી બીમારીઓ થવાની શરૂઆત થાય છે. તમારા શરીરના વજનના નિયંત્રણ સાથે પણ તમે ડાયાબિટીઝની સમસ્યાથી બચી શકો છો.

નિષ્ણાતો માને છે કે વધુ તાણમાં રહેલ વ્યક્તિનું સુગર લેવલ વધે છે. જો કોઈ વ્યક્તિ તાણ અથવા હતાશા જેવી પરિસ્થિતિમાં સતત ઘેરાયેલો રહે છે, તો તેને ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે હોય છે.

જે લોકો આખો દિવસ તેમની ઑફિસમાં ખુરશી પર બેસીને પોતાનું કામ કરે છે અને કસરત નથી કરતા, તેમની ડાયાબિટીઝ થવાની સંભાવના 80% સુધી વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here