ખેતલા આપા ટી સ્ટોલ સહિત 4 ચા-પાનના સ્ટોલ સામે મનપાએ કડક કાર્યવાહી કરી

0
342

તા.૧૧,રાજકોટ: સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે. તેમાં લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના નિયમનો ભંગ કરતા ૩૯ આસામીઓ પાસેથી રૂપિયા ૩૯,૦૦૦ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૮,૦૦૦ નો દંડ વસુલવામાંઆવ્યો હતો.

આજે જેમની સામે પગલાં લેવાયા છે તેમાં કેનાલ રોડ પરની ખેતલા આપા, સંત કબીર રોડ પરની શક્તિ ટી સ્ટોલ અને ગાત્રાળ ટી સ્ટોલ તેમજ પેડક રોડ પરની કનૈયા ટી સ્ટોલનો સમાવેશ થાય છે.

 
કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here