રિયાને જામીન નહીં જેલ…. હવે રિયા ખખડાવશે હાઈકોર્ટના દરવાજા

0
118

તાજેતરમાં ચર્ચાસ્પદ આપઘાત કેસમાં મૃત્યુ પામેલા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ડ્રગ્સના કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે જામીન આપ્યા નથી. તેની સાથે કોર્ટે અન્ય તમામ આરોપીની જામીન અરજી પણ નામંજૂર કરી છે. તમામ 6 આરોપીઓમાં રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા, ઝૈદ, બાસીત પરિહારનો સમાવેશ થાય છે.

 
હવે રિયાએ 22 સપ્ટેમ્બર સુધીમાં ભાયખલા જેલમાં રહેવું પડશે. સાથે  જ હવે તેના વકીલ રિયાના જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. 


રિયાનો આજે જેલમાં ત્રીજો દિવસ છે. રિયાએ એક રાત એનસીબી લોકઅપમાં પસાર કરી. ભાયખલા જેલમાં રિયાના સેલની નજીક શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જીનો સેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here