લોકડાઉનમાં પોપ્યુલર થયેલ આ બે એપને ગૂગલ એકબીજા સાથે જોડશે…

0
140

વિડિયો કોલિંગની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને દરેક નાની મોટી કંપની આ ક્ષેત્રમાં તેનું હુનર બતાવવા મથામણ કરી રહી છે. ગૂગલે તાજેતરમાં Google Meetને Gmail સાથે ઈન્ટીગ્રેટેડ કરી છે સાથે સાથે ગૂગલે તેનું પ્રીમિયમ વિડિયો કોન્ફ્રેસિંગ Google Meetને તમામ માટે ફ્રી કરી દીધું છે. જો કે આ મફતની સુવિધા 30 સપ્ટેમ્બરસુધી જ અવેલેબલ રહેશે.

મળતી ખબર અનુસાર ગૂગલ તેના બીજા વિડિયો કોલિંગ પ્લેટફોર્મ Duo જે સ્માર્ટફોન માટે છે તેને અને Google Meetને મર્જ કરવાની તૈયારીમાં છે. સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર આગામી સમયમાં ગૂગલ Duo ને Google Mee સાથે રીપ્લેસ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર બે એકસરખી એપનો કોઈ મતલબ નહીં હોવાની વિચારણા કરીને આવો નિર્ણય કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here