પંચમહાલ જીલ્લા ની સરકારી વિનયન કોલેજ શહેરામાં 10 મી સપ્ટેમ્બર 2020 ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી કરવામાં આવી.

0
251

રકારી વિનયન કોલેજ શહેરામાં 10 મી સપ્ટેમ્બર 2020ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી કરવામાં આવી. આ વેબિનારમાં ગુજરાત માંથી કોલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ૨૦૦ જેટલી સંખ્યામાં જોડાયા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. વિપુલ ભાવસારે સૌનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન માં કહ્યું હતું કે પરિસ્થિતિથી કંટાળેલા વિદ્યાર્થીની માનસિક પરિસ્થિતિને સમાજના વ્યક્તિઓએ સમજવી જોઈએ અને તેમને સહાનુભૂતિથી સાંભળવાની અને સાથ આપવાની જરૂર છે. Life is a Beautiful આ વિચાર તેના મનમાં દૃઢ કરવાની જરૂર છે. મૃત્યુ દરેકનું નિશ્ચિત છે પરંતુ મૃત્યુથી હારવા કરતા મૃત્યુથી લડીને મરવું વધુ યોગ્ય છે. હાલ કોરોનાની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે यह दिन भी चले जायेंगे.. એસ.પી. યુનિવર્સિટીના પ્રોફે. સંગીતાબેન પાઠકે અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફે.બી. એસ પરિમલે આત્મહત્યા કરવા પાછળના કારણો, આત્મહત્યાના પ્રકારો અને તેને અટકાવવા માટે કેવા કેવા ઉપાયો કરી શકાય વગેરે બાબતો મનોવિજ્ઞાનની પરિભાષામાં રજૂ કરી હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિના મનમાં લાંબા સમયથી આત્મહત્યાના વિચારો ચાલતા હોય છે આથી કઈ ક્ષણમાં એ નિર્ણય લઈ લે તે કહી શકાતું નથી આ વાત કરીને પરિમલ સાહેબે આવા લોકો નો ખાસ ખ્યાલ રાખવાની વાત કરી હતી.આર્ટ ઓફ લિવિંગના શ્રી જીતેન્દ્રભાઈ એ આત્મહત્યા રોકવા માટે યોગ અને પ્રાણાયામ નો આશરો લેવાની વાત કરી હતી અને દસ મિનિટ સુધી સૌને ઓનલાઇન પ્રાણાયામ કરાવ્યું હતું. કોલેજના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. દિનેશ માછીએ આત્મહત્યા નિવારણમાં ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ભગવદ્ગીતાના વિચારો કઈ રીતે ઉપયોગી થઈ શકે તે સંસ્કૃત શ્લોકોના ઉદાહરણો સાથે સમજાવી આત્મહત્યા કરવા પાછળનું મૂળ કારણ મન છે- मनः एव मनुष्याणाम् कारणं बंधमोक्षयोः। આથી એ મનને ખાસ સાચવવાની વાત કરી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાનના પ્રોફે.કિરણસિંહ રાજપુતે કર્યું હતું અને અંતમાં આભારવિધિ પ્રો. નિકિતા સોનારાએ કરી હતી.

અહેવાલ- ગણપત મકવાણા,પંચમહાલ