સુરતનાં કિરણ હોસ્પિટલનાં મહીલા નર્સ અને તબીબનો રીપોર્ટ પોઝીટીવ : કિરણ હોસ્પિટલ તરફથી મેડીકલ સ્ટાફને યોગ્ય સહકાર ન મળતો હોવાનો સુત્રોનો ઘટસ્ફોટ
હાંસાપોર અને આંતલિયા બાદ અંબાડા ગામે રહેતી અને સુરતની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડોકટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
તા.૨૩, નવસારી: જિલ્લામાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ મંગળવારે સવારે હાંસાપોરમાં કન્ફર્મ થયા બાદ મંગળવારે જ મોડી સાંજે જિલ્લાના આંતલિયા ગામે રહેતી યુવતીના સેમ્પલમાં પણ પોઝિટિવ આવ્યો હતો. મંગળવાર બાદ બુધવારે જિલ્લામાં ત્રીજો પોઝિટિવ કેસ અંબાડા ગામે રોકાયેલ તબીબ મહિલાના સેમ્પલમાં કન્ફર્મ થયો હતો. આ સાથે બે દિવસમાં પોઝિટિવ કેસની હેટ્રિક થતા ગ્રીન ઝોન નવસારી પર ખતરો ઉભો થયો છે.
મળતી માહિતી મુજબ નવસારી તાલુકાના અંબાડા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં ફરજ બજાવતા અને ત્યાં જ કવાટર્સમાં રહેતા ડો. વંદિત માંગુકીયાનાં 29 વર્ષીય પત્ની ડો. નેહલ સાકરીયાનાં સેમ્પલ લેવાયા હતો, જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જિલ્લામાં બેજ દિવસમાં આ ત્રીજો કેસ પોઝિટિવ થયો હતો. ડો. નેહલ સુરતની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જ્યાં પોઝિટિવ આવેલાના સંપર્કમાં તેણી આવતા ડો. નેહલનો પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પોઝિટિવ જણાયા છે. ડો. નેહલ 15મી એપ્રિલથી પાંચેક દિવસથી અંબાડા પતિ ડો. વંદિત તથા તેના ફેમિલી સાથે સીએચસી નજીકના કવાટર્સમાં રહેવા આવી હતી. તેણીને હાલ કોવીડ-19 હોસ્પિટલ યશફીન હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ડો. નેહલનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સાથે રહેતા તેના પરિવારના પણ સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલાવાયા છે. જેના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
કિરણ હોસ્પિટલમાં બીજા કેટલા ?
નવસારીમાં કોરોના પોઝિટિવ આવેલા ત્રણમાંથી બે વ્યક્તિઓ સુરતની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. હજુ પણ નવસારીના અન્ય આ કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવે છે , જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ આ અંગે સુરતથી માહિતી એકઠી કરી રહ્યાની જાણકારી મળી છે.
પ્રથમ ૨ રીપોર્ટ નેગેટીવ, પછી ૩જો રીપોર્ટ કેમ પોઝીટીવ !!: તંત્ર રામભરોસે ???
ગઈકાલે નવસારીનાં અંબાડા ગામે ડો.નેહલનો જે કેસ પોઝીટીવ આવ્યો છે તેમાં કોઈપણ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યા નથી. ઉપરાંત છેલ્લાં ૩ દિવસથી આ તબીબ મહિલાનાં સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા જેમાં પ્રથમ રીપોર્ટમાં મહિલાની ઉમરમાં ભૂલ હતી જે રીપોર્ટ નેગેટીવ હતો તેથી ભૂલને કારણે ફરી નવો રીપોર્ટ કરાવવામાં આવતા તંત્ર દ્વારા રીપોર્ટ નેગેટીવ જ દર્શાવવામાં આવ્યો હતો. તે વખતે તંત્ર દ્વારા ફક્ત ઉમરમાં ફેરફાર જ કરવામાં આવ્યો હતો કે શું ?? ત્યારબાદ ફરી મહિલા તબીબનો રીપોર્ટ કરવામાં આવતા મહિલામાં કોઈપણ પ્રકારના લક્ષણ જોવા ન મળ્યા હોવા છતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
અંબાડાનાં મહિલા તબીબનાં કેસમાં કિરણ હોસ્પિટલ કેમ કરે છે ઊંચા હાથ ?? : ન્યુઝ અપડેટ્સ પાસે જીવતા પુરાવા

કિરણ હોસ્પિટલનાં મેનેજમેન્થી તો સારી રીતે કોરોના પોઝીટીવ દર્દીઓને તેમની સાથે કામ કરતા મેડીકલ સ્ટાફનાં લોકો સહકાર આપી રહ્યા છે તથા તેઓ કોરોના પોઝીટીવ દર્દીઓને એમ પણ કહી રહ્યા છે કે, તમે સોશિયલ મિડીયામાં મુકો કે તમે સાચા છો. તમે કિરણ હોસ્પિટલમાં ફરજ દરમ્યાન જ ભોગ બનેલા છો, અને કોરોનાનાં આ યુધ્ધને બહાદુરીથી લડ્યા છો. છતા પણ આ હોસ્પિટલનાં મેનેજમેન્ટનાં લોકો કોરોના હોસ્પિટલમાં ફરજ દરમ્યાન સંક્રમિત થયેલા પોઝીટીવ લોકોની કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નથી.
ઉલ્લેખનિય છે કે, કોરોનાનાં આ વિકટ સમયમાં સમગ્ર વિશ્વમાં પોતાના પરીવારની ચિંતા કર્યા વિના મેડીકલ સ્ટાફ ફ્રન્ટ લાઈનમાં કોરોનાનાં યોદ્ધા તરીકે ઝઝૂમી રહ્યો છે ત્યારે તેઓને સમાજ તરફથી સહકારની જરૂર છે આવા વિકટ સમયમાં સુરતની કિરણ હોસ્પિટલનું તંત્ર સહકાર આપવાને બદલે પોતાની હોસ્પિટલનાં કોરોના પોઝીટીવ મેડીકલ સ્ટાફને કોઈપણ પ્રકારનો સહકાર ન આપતું હોવાની વાત સુત્રો પાસેથી સામે આવી છે. જેના જીવતા પુરાવાઓ પણ ન્યુઝ અપડેટ્સને સુત્રો પાસેથી મળી આવ્યા છે.જેની ગંભીરતાને હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા સમજીને તેમના કોરોનાં સામે ઝઝૂમી રહેલા યોદ્ધાને તમામ પ્રકારનાં સહકાર આપીને માનવધર્મ નિભાવવો જોઈએ.