અભિનેત્રી કંગના વિરુદ્ધ આજથી શરુ થઈ શકે છે ડ્રગ્સ કનેકશનની તપાસ

0
95

અભિનેત્રી કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેની તકરાર અટકવાનું નામ નથી લઈ રહી.  આ મુદ્દો રાજકીય રંગ પડકી રહ્યો છે. એક તરફ ભાજપ સતત મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને ઘેરી રહી છે તો સામે કંગનાએ પણ શિવસેના સામે મોરચો માંડ્યો છે. આ દરમિયાન મુંબઈ પોલીસ કંગનાના ડ્રગ્સ કનેક્શન અંગે તપાસ શરૂ કરવા જઇ રહી છે. 

શનિવારથી કંગના વિરુદ્ધ ડ્રગ્સ કનેકશન અંગે તપાસ શરૂ થઈ શકે છે. મુંબઈ પોલીસને સરકારી પત્ર મળ્યો છે જેમાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે. તપાસમાં આધાર અધ્યયન સુમનનો 2016 નો ઇન્ટરવ્યૂ છે. ઇન્ટરવ્યૂમાં કંગનાને કોકેન લીધાની વાત સામે આવી હતી. 

જણાવી દઈએ કે શુક્રવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના વિરુદ્ધ ડ્રગ્સનો મામલો ઉઠાવ્યો હતો. તેણે આ વાત કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યુના આધારે કરી હતી.  

જો કે આ આરોપો ચર્ચામાં આવ્યા ત્યારે કંગનાએ ડ્રગ કનેક્શનના આરોપો પર ટિ્‌વટ કરતા લખ્યું હતું કે તેનો ડ્રગ ટેસ્ટ કરાવો, કોલ રેકોર્ડ્સ તપાસો, જો કોઈ ડ્રગ્સ પેડલર્સ વિશે લિંક મળે તો તે તેની ભુલ સ્વીકારી મુંબઈથી રવાના થઈ જશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here