રાજ્યોની મહેસૂલી આવકમાં ૧૮ ટકાનું ગાબડું

0
241

જીએસટી વળતર અંગેના વિવાદ વચ્ચે નવો ધડાકો

ડેટા પરથી સાચી હકીકત બહાર આવી, રાજ્યો ની સ્થિતિ નો અભ્યાસ થયો

જીએસટી વળતરના મુદ્દા પર કેન્દ્ર સાથે રાજ્ય સરકારો સંઘર્ષમાં ઉતરેલી છે અને કેન્દ્ર સરકારે હાથ ઐંચા કરી દીધા છે અને વળતર માટે ઉધારી કરી શકે એમ નથી તેવો સાફ જવાબ આપી દીધો છે ત્યારે રાજ્ય સરકારોની કેવી કફોડી હાલત થઈ છે તેનો એક અભ્યાસમાં ધડાકો થયો છે.


રાજ્ય સરકારોની મહેસૂલી આવકમાં ૧૮ ટકા જેટલો ભયંકર ઘટાડો નોંધાયો છે અને એમની હાલત ખરેખર ખરાબ થઈ ગઈ છે. મોતીલાલ ઓસ્વાલ ઇન્સ્િટટયૂટ દ્રારા એનાલિસિસ કરવામાં આવ્યું છે અને ડેટા પરથી આંકડાકીય માહિતી બહાર આવી છે.


જો કે કેન્દ્ર સરકાર હવે રાજ્ય સરકારોને ઉધારી કરવા અને વળતર મેળવી લેવાની સલાહ આપે છે પરંતુ રાજ્ય સરકારોની પહેલેથી જ હાલત ખરાબ છે કારણ કે એમની મહેસૂલી આવકમાં દિનપ્રતિદિન ઘટાડો થયો છે ને કોરોના મહામારી તેમ જ તેને પગલે આવેલા લાંબાલચ લોકડાઉન ને લીધે એમની આવક સતત ઘટતી રહી છે.


રાજ્ય સરકારની આવી ભયંકર કફોડી હાલત ની હકીકત ઉજાગર થઈ છે ત્યારે કેન્દ્ર સરકાર કોઈ વચલો રસ્તો કાઢે છે કે રાજ્ય સરકારને રાહત આપવા માટે બીજા કોઈ પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે.


રાજ્ય સરકારો પણ જીએસટી વળતર મેળવવા માટે કેન્દ્ર સરકારની સામે જરા પણ નમતું દેવા તૈયાર નથી અને તેમની માગણી સતત થઈ રહી છે ત્યારે મહેસૂલી આવકમાં ભયંકર ઘટનાની હકીકત ઉજાગર થઈ છે.


અભ્યાસમાં એવી હકીકત બહાર આવી છે કે ૨૦૨૦ ૨૧ ના પ્રથમ કવાર્ટરમાં રાજ્ય સરકારોની મહેસૂલી આવક ૧૮.૨ ટકા જેટલી ઘટી ગઇ છે.