રિયાનું ડ્રગ્સ કેનક્શન સામે આવ્યા બાદ NCB થયું વધુ સક્રિય, મુંબઈ-ગોવાનાં 6 સ્થળોએ પાડી રેડ

0
132

રિયા ચક્રવર્તીની ડગ્સ કેસમાં ધરપકડ થયા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પણ જાણે હવે વધારે સક્રિય થઈ ગઈ હોય એમ લાગી રહ્યુ છે. NCB ની ટીમોએ શનિવારે સવારે મુંબઈ અને ગોવામાં મોટા પ્રમાણમાં રેડ પાડી હતી. સૂત્રો પ્રમાણે આ રેડનું કનેક્શન બોલિવૂડનાં લોકો સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે NCB એ ડ્રગ્સ બાબતે જેટલા પણ લોકોની પૂછપરછ કરી છે, તે તમામે આ પૂરા નેટવર્કની માહિતી NCB ના અધિકારીઓને આપી હતી. આ નેટવર્કમાં બોલિવૂડના મોટા માથાઓ સંકળાયેલા હોવાની સંભાવના રહેલી છે. તેમાંના અમુકની ધરપકડ પણ થઈ શકે છે.

મુંબઈ અને ગોવામાં જે રેડ મારવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ડ્રગ્સ ડીલર અનુજ કેશવાની દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે આ રેડ પાડવામાં આવી હતી. તેમાં મુંબઈ અને ગોવાના 6 લોકેશનો પર ડ્રગ્સ પેડલર્સના અડ્ડાઓ પર NCB ના ટીમો ત્રાટકી હતી. તેમાં હાલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અનુજ કેશવાનીને રિયાની પૂછપરછનાં સમયગાળામાં પકડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here