ગુજરાતમાં યુવા ઉદ્યોગકારો માટે રૂપાણીનો ૨૫ વર્ષનો રોડમેપ

0
206

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એક જમા પાસુ એ છે કે તેઓ પ્રત્યેક મુલાકાતીને કંઇક કહેવાનો મોકો આપે છે અને નવું કંઇ હોય તો તેને નોટડાઉન કરવાની તેમની પ્રણાલિકા પ્રોત્સાહજનક છે. કહેવાય છે કે મુખ્યમંત્રીને મળવું હોય તો તે અતિ અઘરૂં છે. બહુ દિવસના ઇન્તજાર પછી ઇચ્છા હોય તો સીએમ મળવા માટે બોલાવે છે, પરંતુ અહીંયા વિજય રૂપાણી ડાઉન ટુ અર્થ છે. મુલાકાત લીધી હોય તો તેઓ અવશ્ય બોલાવે છે.


રૂપાણીને યંગ ઇન્ડિયાની જેમ યંગ ગુજરાત બનાવવું છે એટલે કે તેઓ યુવા ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપે છે. તેમના સૂચનો સાંભળે છે અને તેનો અમલ કરવા ઉત્સાહિત બને છે. નવું મેળવવા માટે કંઇક નવું કરવું જોઇએ તે તેમનો શાસન મંત્ર છે. ગુજરાતના યુવાનો શું કરી શકે છે તે સરકારના માધ્યમથી તેઓ સમજે છે. ભલે વહીવટી તંત્ર તેમને સાથ આપે કે ન આપે- તેઓ આ ઇનિશિયેટીવ લેવા તૈયાર થાય છે.


ગુજરાતનું ટેલેન્ટ ગુજરાતમાં જ રહે અને ઇનોવેટીવ્સ આઇડિયા ગુજરાત માટે જ આપે તે મુખ્યમંત્રીનો ધ્યેય છે. એક સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યુવાશકિત માટે દેશ-રાજ્યના વિકાસમાં નયા ભારતના નિર્માણમાં સહભાગી થવાનો આ રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે. મેઇક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા અને સ્વછતા અભિયાન જેવા રાષ્ટ્રનિર્માણ વિષયોમાં યુવાશકિતને ક્રિએટીવિટીની તકો તથા એ દ્વારા દુનિયાનું દિશાદર્શન કરવાની તક આપણને મળી છે તેથી તેનો આપણે ઉપયોગ કરવો જોઇએ.


ગુજરાત સરકાર આવનારા ૨૫ વર્ષ માટેનો રોડમેપ બનાવી રહી છે. આ રોડમેપમાં કેન્દ્રસ્થાને યુવા સાહસિકોને સામેલ કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો વહીવટ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે તેના માટે વિજય રૂપાણી આગ્રહી છે. તેઓ કહે છે કે સચિવાલયના વિભાગો અને સરકારી કચેરીઓમાં વિવિધ યોજનાઓની ફાઇલો, મુલાકાતીઓના પ્રશ્નો અને ઉદ્યોગ જેવા વિભાગોની પ્રોજેક્ટ દરખાસ્તો લાંબો સમય સુધી આપણી કચેરીઓમાં પડી રહેવી ન જોઇએ. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તેના એજન્ડામાં યુવા સાહસિકો માટેની અલગ નિતી બનાવે તેવી સંભાવના છે. યુવાનો માટે સરકાર ઇન્સેન્ટીવ આપશે, તેમને જરૂરી સુવિધા પૂરી પાડશે. સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરશે. અન્ય રાજ્યોના વિકાસ કામોમાં ગુજરાતનું માનવબળ મોકલવાના પ્રયાસ પણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here