માસના અંત સુધીમાં ઓઈલ કંપનીઓનો નફો બમણો થશે!!

0
136
ઓઈલ કંપનીઓને બખ્ખા!!
વિશ્લેષકોના મત મુજબ ૧લી ઓકટોબર સુધીમાં ઓઈલ કંપનીઓનું માર્જીન પ્રતિલીટર રૂ.૫.૭૩ થવાની શકયતા

હાલના સમયમાં ભારત દેશની મુખ્ય સમસ્યાઓ પૈકી એક પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો નોંધાતો રહ્યો છે. પરંતુ આ માસના અંત સુધીમાં પેટ્રોલ અને ડિઝલ પર ઓઈલ કંપનીઓનું માર્કેટીંગ માર્જીન બમણુ થાય તેવું વિશ્લેષકોનું માનવું છે. જેની સીધી અસર ઉપભોગતાને થવાની સંપૂર્ણ શકયતા સેવાઈ રહી છે. વિશ્ર્લેષકોના મત મુજબ કહી શકાય છે કે, ટૂક સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાય તેવી પણ પ્રબળ શકયતા સેવાઈ રહી છે.

વિશ્લેષકોના મત મુજબ પેટ્રોલ અને ડિઝલ પર ઓઈલ કંપનીનું માર્કેટીંગ માર્જીન આ મહિનાના અંત સુધીમાં બમણુ થઈ જશે. પરંતુ સાથે સાથે વિશ્ર્લેષકોએ એવું પણ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય દરમાં તાજેતરના ઘટાડાને અનુલક્ષીને સ્થાનિક રિટેલ કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે નહીં. આઈસીઆઈસીઆઈ સિક્યુરીટીઝે તાજેતરની એક નોંધવામાં જણાવ્યું છે કે, તાજેતરના વૈશ્ર્વિકસ્તરે થયેલા ઈંધણ ભાવ સુધારણાને જો ધ્યાને  લેવામાં આવે તો છુટક માર્જીન હવેથી કાપવામાં આવશે નહીં. જેના પરિણામે ઓઈલ કંપનીનું માર્કેટીંગ માર્જીન બમણુ થઈ જશે. ઉલ્લેખનીય બાબત છે કે, ૧૦ સપ્ટેમ્બરે માર્જીન પ્રતિ લીટર રૂા.૨.૬૨ હતુ. જેની સાપેક્ષે ૧૬ સપ્ટેમ્બરના રોજ લીટર દીઠ રૂા.૪.૩૮ અને ૧ ઓકટોબરે લીટર દીઠ રૂા.૫.૭૩ માર્જીન રહેશે જેથી તમામ ઓઈલ કંપનીઓનો માર્કેટીંગ માર્જીન સીધુ બમણુ થશે.

વૈશ્ર્વિક માંગમાં ઘટાડાને પગલે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. ક્રુડ ઓઈલના ભાવમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે જેની સાથે વૈશ્ર્વિકસ્તરે  ૩૭ ડોલર પ્રતિ લીટર ક્રુડ ઓઈલનું વેંચાણ થવા પામ્યું હતું. જેના પરિણામે ડિઝલ અને પેટ્રોલના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડિઝલ અને પેટ્રોલના ભાવમાં અનુક્રમે ૧૧ ટકા અને ૧૪ ટકાનો ઘટાડો સપ્ટેમ્બર માસના શરૂઆતથી નોંધાઈ ચૂકયો છે. જો કે, રાજ્ય તેલ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન ડિઝલ અને પેટ્રોલના ભાવમાં અનુક્રમે ફકત ૦.૭ ટકા અને ૦.૫ ટકાનો ઘટાડો જ કર્યો છે. જો આ કંપનીઓ સ્થાનિક દરોને આંતરરાષ્ટ્રીય દર સાથે સંરેખીત કરવાનું નક્કી કરે તો ગ્રાહકોને મોટી રાહત મળી શકે તેમ છે અને તેના પરિણામે ભારતીય બજારોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધુ ઘટાડો પણ નોંધાઈ શકે તેમ છે.

ભાતરમાં રિફાઈનરીઓ ઈંધણના છુટક વેંચાણકર્તાઓને આંતરરાષ્ટ્રીય દરે પેટ્રોલ-ડિઝલનું વેંચાણ કરે છે જે ગ્રાહક સુધી પહોંચતા તેમાં માર્કેટીંગ માર્જીનનો ઉમેરો થાય છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય કક્ષાને સાથે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઉછાળો નોંધાતો હોય છે.

ભારત દેશમાં મુખ્ય ત્રણ ઓઈલ ઉત્પાદન કંપની કાર્યરત છે. જેમાં ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ અને બીપીસીએલનો સમાવેશ થાય છે. જે ભારતમાં વધુ ફાયદા સાથે વેંચાણ કરે છે. ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલઅને બીપીસીએલ તેના ઉત્પાદન કરતા વધુ વેંચાણ કરે છે. જેના માટે તેઓ સામાન્યત: રિલાયન્સ અને ન્યારા એનર્જી પર નિર્ભર રહેતા હોય છે. જેની સામે સેલ કંપની ભારતમાં કોઈપણ જાતની રિફાઈનરી ધરાવતું નથી. હાલના સંજોગોમાં દિલ્હીની જો વાત કરવામાં આવે તો ડિઝલના ભાવ રૂા.૭૩.૦૫ પ્રતિ લીટર અને પેટ્રોલ રૂા.૮૧.૯૯ પ્રતિલીટર વેંચાણ થઈ રહ્યું છે. જેની સામે મુંબઈમાં ડિઝલ અને પેટ્રોલની કિંમત રૂા.૭૯.૫૭ અને ૮૮.૬૪ પ્રતિ લીટર જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય બાબતે છે કે, ઓગષ્ટ મહિનામાં ભારત ખાતે પેટ્રોલ અને ડિઝલના વેંચાણમાં ૭.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જો ઉપરોકત તમામ બાબતોને ધ્યાન લેવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે આ માસના અંત સુધીમાં  ઓઈલનું કંપનીનું માર્કેટીંગ માર્જીન બમણું થતાં તેમના નફામાં પણ બમણો વધારો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here