દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ૧૧.૫ ટકા ઘટાડો થશે

0
131
  • ૨૦૨૦–૨૧ના વર્ષ માટે મૂડીઝનું ચિંતાજનક અનુમાન બહાર આવ્યું


દેશમાં કોરોનાવાયરસ મહામારીને લીધે સ્થિતિ વધુ ભયંકર બની રહી છે અને બીજી બાજુ અર્થતત્રં માં પણ શિથિલતા દિવસેને દિવસે વધી રહી છે અને તેની વચ્ચે રેટિંગ એજન્સી મૂડીઝ ધ્વારા દેશના અર્થતત્રં વિશે ભારે ચિંતાજનક અનુમાન કરવામાં આવ્યું છે.


મૂડીઝના તાજેતરના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી ને લીધે ભારતમાં વેપાર ધંધા અને ઉધોગની હાલત હજુ પણ ખરાબ રહી છે ત્યારે ૨૦૨૦ ૨૧ ના વર્ષમાં દેશના જીડીપી ગ્રોથ માં ૧૧ .૫ ટકાનો ઘટાડો થવાનો ખતરો છે.


સાથોસાથ એજન્સી દ્રારા એબી ચિંતાજનક વાત પણ કરવામાં આવી છે કે ભારતીય કંપનીઓ ની હાલત વધુ ખરાબ થવાની છે અને તેમના નફામાં તો ઘટાડો થઈ ચૂકયો છે પરંતુ હવે તેમની આર્થિક સ્થિતિ વધુ નબળી બનશે અને આવક તથા ઉત્પાદન બંનેમાં મોટો ઘટાડો થશે.


અહેવાલમાં જણાવ્યા મુજબ ત્રીજા કવાર્ટરમાં થોડોક સુધારો જોવા મળશે પરંતુ ૨૦૨૨માં કુલ આવકમાં ૭થી ૮ ટકા જેટલો ઘટાડો થવાનો ભય છે. મહાવરી ને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ અનેક રાજયોમાં હજુ પણ વેપાર ધંધા અને ઉધોગો બધં જેવી હાલતમાં જ છે અને કેટલાક રાયોમાં મર્યાદિત લોકડાઉન હજુ પણ ચાલી રહ્યું છે ત્યારે કંપનીઓની હાલત વધુ ખરાબ થવાની છે અને ઉત્પાદન ક્ષમતા સતત ઘટી જવાની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here