‘પુરાવા આપીશ…કોરોના ચીને જ બનાવ્યો’, ગભરાઇને અમેરિકા ભાગી આવેલી વૈજ્ઞાનિકે કર્યો ખુલાસો

0
307

ચીનથી ડરીને અમેરિકા ભાગી ગયેલા એક વાઇરોલોજિસ્ટે દાવો કર્યો છે કે બીજિંગે કોરોના વાયરસ તૈયાર કર્યો અને પછી મહામારી છુપાવવાની કોશિશ કરી. ડો.લી મેંગ યાને કહ્યું છે કે તે પુરાવા રજૂ કરવા જઈ રહી છે જે સાબિત કરશે કે કોરોના વાયરસ ચીનની લેબમાં તૈયાર થયો છે.

ડો. લી મેંગ યાન કહેવું છે કે તે એવા પુરાવા રજૂ કરશે કે વૈજ્ઞાનિક સમુદાયની બહારના લોકો પણ સમજી જશે કે માણસોએ આ વાયરસ તૈયાર કર્યો છે. લી મેંગ યાન હોંગકોંગ યુનિવર્સિટીમાં સંશોધનકાર તરીકે કામ કરતી હતી જ્યારે તેણે કોરોના વાયરસનો અભ્યાસ શરૂ કર્યો.

એક રિપોર્ટ મુજબ, તેના જીવનને જોખમ લાગ્યું પછી લી મેંગ યાન અમેરિકા ગઈ અને ત્યાં એક ગુપ્ત જગ્યાએ રહેતી. લી મેંગ યેને કહ્યું છે કે ચીની સરકારે તેમનાથી સંબંધિત તમામ માહિતીને સરકારી ડેટાબેઝમાંથી ડિલીટ કરી દીધી છે.

વાઇરોલોજિસ્ટ લી મેંગ યાને સ્પષ્ટ કહ્યું કે વુહાનની લેબમાં કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે ચીને આ આરોપને વારંવાર નકારી દીધો છે. લી મેંગ યાને જણાવ્યું હતું કે વાયરસનો Genome Sequence ફિંગર પ્રિનિટ જેવો છે, જેથી આ માલૂમ કરી શકાય છે કે તે લેબમાંથી આવ્યો છે કે કુદરતી રીતે..

લી મેંગ યાને કહ્યું કે હોંગકોંગ છોડ્યા પછી સરકારે તેમના વિશેનો તમામ ડેટા ડિલીટ કરી દીધો. તેની સાથે સંકળાયેલા લોકોને અફવાઓ ફેલાવવા માટે કહેવામાં આવ્યું કે તે ખોટુ છે અને તેમને કશું ખબર નથી. લિ મેંગ યાન દાવો કરે છે કે તે કોરોના વાયરસનો અભ્યાસ કરનારમાંથી પસંદગીના વૈજ્ઞાનિકોમાંથી એક છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં તેમના સુપરવાઇઝરે સાર્સ જેવા કેસની તપાસ કરવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં તેને ડરાવવા લાગ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here