ભાવનગર મનપા કચેરીમાં ગંદકી પર ગરબા યોજી કોંગ્રેસનો વિરોધ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

0
56

મનપા કચેરીમાં કોંગ્રેસનો વિરોધ

  • સ્વચ્છતા મામલે ભાવનગર ત્રીજા સ્થાને હોવા છતાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી

સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર ત્રીજા ક્રમે પહોચ્યું છે. જેનો ગર્વ મનપાના શાસકો લઇ રહ્યાં છે. ત્યારે સ્વચ્છતાની હકીકતને લોકો સમક્ષ ઉજાગર કરવા આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આરોગ્ય ચેરમેનના જ વિસ્તારમાં ખડકાયેલા ગંદકીના સામ્રાજ્યને ઉજાગર કરી તેની સાફસફાઈ કરી હતી અને આ ગંદકીને મહાનગરપાલિકા કચેરી ખાતે લાવી ગંદકી પર ગરબા યોજી ભારે વિરોધ કર્યો હતો. જેથી પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગી કાર્યકરોએ ચેરમેનના વોર્ડમાં સાફ સફાઈ કરી વિરોધ કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણના ધજાગરા કરતો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વચ્છતાની સાચી હકીકત પ્રજા સમક્ષ લાવવા માટે કોંગી કાર્યકરોએ મનપાના આરોગ્ય વિભાગના ચેરમેનના વોર્ડમાં જામેલા ગંદકીનાં ઢગલા સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને ચેરમેનના વોર્ડમાં જાતે જ સાફ સફાઈ કરી હતી.

કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
કોંગ્રેસનાં કાર્યકરોએ ચેરમેનના વોર્ડમાં ગંદકી સાફ કરી ગંદકીને એક વાહનમાં મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં સુત્રોચ્ચાર સાથે ગંદકી પર ગરબા યોજ્યા હતાં. જો કે કોંગ્રેસના અનેક કાર્યકરો અને ખાસ ગરબા લેતી મહિલાઓ પૈકી અનેક મહિલાઓ માસ્ક વગર નજરે પડી હતી. જયારે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here