રાજકોટમાં કાલે યોજનાર NEET પરીક્ષાને લઈને 39 પરીક્ષા કેન્દ્ર સેનિટાઈઝ કરાયા, દરેક કેન્દ્ર પર ફસ્ટ એઈડ બોક્સની વ્યવસ્થા

0
276

પરીક્ષા કેન્દ્રોને સેનિટાઈઝ કરાયા

  • કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે તમામ તકેદારી રાખવામાં આવશે

રાજકોટમાં આવતીકાલે NEETની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તંત્ર દ્વારા 39 પરીક્ષા કેન્દ્રને સેનિટાઈઝ કરવામાં આવ્યાં છે. આ સાથે જ દરેક કેન્દ્ર પર ફસ્ટ એઈડ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંપૂર્ણ સંભાળ લેવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ ન ફેલાઈ.

39 કેન્દ્રને ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યાં
રવિવારે યોજાનારી NEET પરીક્ષાને લઈને રાજકોટ મનપા દ્વારા વિદ્યાર્થીઓને કોરોના ચેપ ન લાગે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. જેમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી માટે ફસ્ટ એઈડ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના કુલ 39 પરીક્ષા કેન્દ્રને સેનિટાઈઝ કરી ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યાં છે.

પરીક્ષા કેન્દ્ર પર તમામ બાબતની કાળજી રાખવામાં આવશે
કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ તેમજ રાજકોટ બહારથી આવતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોને પહેલાથી જ ડિસઈન્ફેક્ટ કરી આપવામાં આવ્યા છે. આવનાર વિદ્યાર્થીને ચેકઅપ કરવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની તમામ બાબતોની કાળજી રાખવામાં આવશે.

39 કેન્દ્ર પર સેનિટાઈઝેશન કરવામાં આવ્યું
શહેરની એ.વી.જસાણી વિદ્યામંદિર, મોદી સ્કૂલ-ઈશ્વરીયા, શ્રી આત્મીય શિશુ મંદિર, કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઇનોવેટીવ સ્કૂલ-પડધરી, શ્રી જી. કે. ધોળકિયા, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, પ્રિન્સેસ સ્કૂલ, હરીવંદના કોલેજ, અર્પિત ઈન્ટરનેશનલ સ્કૂલ, શ્રી જી. કે. ભરાડ-કસ્તુરબા ધામ, કે.કે.ધોળકિયા, સૌરાષ્ટ્ર યુનિ., શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર, ગંગોત્રી ઈન્ટર. સ્કૂલ, સર્વોદય સેકન્ડરી સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, એકેડેમિક હાઈટ્સ સ્કૂલ, ધવલ સ્ત્રેડ વર્ક સ્કૂલ, ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી ગ્રીન ફાર્મ સ્કૂલ, ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ-કસ્તુરબા ધામ, બી. કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજ, ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજ, સ્કૂલ ઓફ ઇન્જી. આર. કે. યુનિ., સન સાઇન ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ, આર. કે. યુનિ. કેમ્પસ, ક્રાઈસ્ટ કોલેજ, મારવાડી યુનિ., વી.વી.પી. એન્જી. કોલેજ, સંજયરાજ રાજ્યગુરુ કોલેજ, શ્રી લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ, ધ રાજકુમાર કોલેજ, સદગુરુ મહિલા કોલેજ અને આત્મીય યુનિવર્સિટીને સેનિટાઈઝ કરવામાં આવી છે.