રિલાયન્સ ચાર વર્ષમાં ઓનલાઈન કરિયાણાનું અડધો અડધ માર્કેટ ‘મુઠ્ઠી’માં લેશે

0
146
દર વર્ષે ઓનલાઈન કરિયાણાનું માર્કેટ ૫૦ ટકાના વધારા સાથે પ્રગતિ કરતું હોવાનાં આંકડા
ઈ-કોમર્સ કંપનીઓના ૭.૫ લાખ કરોડનાં ધંધામાંથી અડધો અડધ ધંધો રિલાયન્સ લઈ જશે

ઈ-કોમર્સમાં રિલાયન્સનાં આગમનથી અન્ય કંપનીઓનાં પેટમાં ફાળ પડી ગઈ છે. આગામી ચાર વર્ષમાં એટલે કે ૨૦૨૪ સુધીમાં ઈ-કોમર્સ ધંધાનો વ્યાપ ૨૭ ટકાનાં દરે વધશે. એકંદરે ઈ-કોમર્સ ક્ષેત્ર ૭.૫ લાખ કરોડથી વધી જશે દરમિયાન રિલાયન્સ પણ ઓનલાઈન ગ્રોસરી એટલે કે કરિયાણા માર્કેટ ઉપર અડધો અડધ કબજો કરી લેશે.

વર્તમાન સમયે રિલાયન્સ દેશનું સૌથી મોટુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે જેમાં તાજેતરમાં ફેસબુકે ૯.૯૯ ટકા હિસ્સો ખરીદયો હતો. થોડા દિવસો પહેલા યોજાયેલી એજીએમમાં રિલાયન્સનાં મુકેશભાઈ અંબાણીએ જીયો માર્ટ સહિતની ઐતિહાસિક જાહેરાતો કરી હતી. આગામી સમયમાં જીયો માર્ટ ઈ-કોમર્સ સેકટરની શકલ-શુરત બદલી નાખશે. રિલાયન્સ દ્વારા ફેસબુક અને ગુગલ સાથે દુરંદેશીનાં કરાર થયા હતા. એકબીજાના પુરક બનવાના પ્રયાસો આ કંપની દ્વારા થયા છે. રિલાયન્સ જીયો દેશમાં સૌથી મોટા મોબાઈલ નેટવર્ક પૈકીનું એક છે. આ ઉપરાંત રિલાયન્સ જીયો વિશ્ર્વની બીજા ક્રમની સૌથી મોટી કંપની છે ત્યારે રિલાયન્સની પાંખો પર ફેસબુક ભારતમાં લઘુ અને મધ્યમ ઉધોગોની પ્રોડકટને સીધું લોકો સુધી પહોંચાડવાની મહત્વકાંક્ષા રાખે છે.

ફેસબુકે પોતાના વોટસએપનાં માધ્યમથી આ મહત્વકાંક્ષાને પુરી કરવાના પ્રયાસો કરવાનું શ‚ કરી દીધું છે. પ્રારંભિક તબકકે વોટસએપ સાથે આઈસીઆઈસીઆઈ બેંકનાં કરાર થયા છે. જીયો માર્ટને વોટસએપનો સહકાર મળ્યો છે. જીયો માર્ટનાં ઉપયોગ માટે વોટસએપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ત્યારે આંકડા મુજબ રિલાયન્સ અને ફેસબુક વચ્ચે થયેલી ભાગીદારી રિલાયન્સનાં બહોળા હિતમાં છે. ૨૦૨૪ સુધીમાં રિલાયન્સ ઓનલાઈન કરીયાણાની ૫૦ ટકા બજાર કબજે કરી લેશે. ઈ-કોમર્સ માર્કેટનાં વિકાસમાં ઓનલાઈન ગ્રોસરીનો મહત્વનો ફાળો રહેશે. વર્ષ ૨૦૧૯નાં આંકડા મુજબ ભારતમાં કરિયાણાનું બજાર ૨૫ લાખ કરોડનું હતું જેમાંથી ૬૦ ટકા માર્કેટ રીટેલ હતું. અલબત હવે ધીમી ગતીએ ઓનલાઈન કરીયાણાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે જે આગામી ૪ વર્ષમાં ખુબ ઝડપથી વધશે.

જીયો સાથે મળી વોટસએપની નવી આવૃતિ આવી હશે

  • વોટસએપ બિઝનેસ માટે કયુઆર કોડ કલાયન્ટને આપવામાં આવશે. આ સર્વિસ આગામી સમયમાં થનારી પેમેન્ટ સુવિધાને ધ્યાનમાં રાખીને શ‚ થશે.
  • વર્તમાન સમયે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર વોટસએપ બિઝનેસની ધોમ જાહેરાત થઈ રહી છે. એકંદરે વોટસએપ વધુને વધુ લોકો બિઝનેસ એકાઉન્ટ વાપરે તેવો અડકતરો આગ્રહો રાખી રહ્યું છે.
  • વર્તમાન સમયે ભારતની જેમ વોટસએપ બ્રાઝીલ, ઈન્ડોનેશિયા અને મેકસીકોની સ્થાનિક કંપનીઓ સાથે પણ વધુને વધુ કરાર કરી રહી છે જેમ ફેસબુકે જીયોમાં ૯.૯ ટકા હિસ્સો ખરીદયો તેમ ઈન્ડોનેશિયામાં પણ ગો જેક નામની કંપનીમાં ફેસબુકે હિસ્સો ખરીદયો હતો.

૨૦૨૪ સુધીમાં દરરોજનાં કરિયાણાનાં ૫૦ લાખ ઓર્ડર મળશે

વર્તમાન સમયે ઓનલાઈન કરિયાણું ખરીદવા માટે ૩ લાખ ઓર્ડર દરરોજ નોંધવામાં આવે છે. આગામી સમયમાં વધતા ટ્રેન્ડનાં કારણે ૨૦૨૪ સુધીમાં દરરોજ ૫૦ લાખ ઓર્ડર ઓનલાઈન મળશે જે પૈકીનાં મોટાભાગનાં ઓર્ડર જીયો માર્ટને મળે તેવી અપેક્ષા છે. રિટેલ માર્કેટમાં ૨૭ ટકાનાં વધારાની અપેક્ષા વચ્ચે મોટાભાગનો ધંધો રિલાયન્સ લઈ જશે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ઓનલાઈન કરિયાણાનું ક્ષેત્ર ૫૦ ટકાનાં દરે પ્રગતિ કરી રહ્યું છે.

ભારતનાં લઘુ અને મધ્યમ ઉધોગો વૈશ્વિક કંપનીઓની રડાર ઉપર

ભારતીય બજારમાં તો ધંધો કરવા અત્યાર સુધી અનેક વૈશ્વિક કંપનીઓ થનગનતી હતી પરંતુ હવે ભારતીય લઘુ અને મધ્યમ ઉધોગો થકી પણ વેપાર વધારવા માટે વોટસએપ સહિતની વૈશ્વિક કંપનીઓ તૈયારીમાં છે. ભારતીય અર્થતંત્રમાં ૩૦ ટકા જેટલો હિસ્સો લઘુ અને મધ્યમ ઉધોગો ધરાવે છે ત્યારે સીધા લઘુ અને મધ્યમ ઉધોગોનાં ઉત્પાદનો લોકોને મળી રહે તેવી ગોઠવણ વોટસએપ દ્વારા થઈ રહી છે. આ ઉપરાંત વોટસએપે બિઝનેસ એકાઉન્ટ માટે પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વેબ હોસ્ટીંગ કંપનીઓનાં માધ્યમથી વિડીયો કોન્ફરન્સીંગ માટે વોટસએપને વધુને વધુ ઉપયોગમાં લેવાઈ તે પણ સુનિશ્ચિત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here