લોકડાઉનનાં સમયમાં બેંકનાં KYC અપડેટ્સ કરાવવા તથા PAYTM નાં KYC અપડેટ્સ કરાવવા ઉપરાંત સ્વાદ રસિકો માટે સ્વાદિષ્ટ થાળીની હોમ ડીલેવરીનાં નામે સાઈબર માફિયાઓ તૈયાર !!!
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે હંમેશાની જેમ કઈક નવી ટેકનીક લઈને સાઈબર માફિયાઓ લોકોને સાથે છેતરપીંડી કરવા માટે માર્કેટમાં ઉતર્યા છે.વિસ્તૃત વાત કરીએ તો, આ વિકટ સમયમાં અમુક ફ્રોડ લોકો PAYTM તથા અન્ય બેન્કોના નામે ખોટા કોલ તથા મેસેજીસ કરી KYC અપડેટ કરવા અને તેમ ન કરવાથી PAYTM બ્લોક થઇ જશે તેવી ખોટી વાત કરે છે. હકીકત એવી છે કે તમારું PAYTM KYC તેના ફક્ત અધિકૃત કરેલા KYC સેન્ટર પરથી જ અપડેટ કરી શકાય છે અને PAYTM તથા અન્ય કોઈ બેંક/ગેટવે (Phonepe, mobikwik, freecharge, google pay, bhum upi વગેરે) ફોન કે મેસેજ કરીને તમારી માહિતી માંગતા નથી.