જુનાગઢ બે કલાકમાં એક ઈંચ સોરઠ પંથકમાં એક મી.મી થી અઢી ઇંચ સુધી વરસાદ

0
275
જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં પર હવામાન વિભાગની આગાહી મુજબ વધુ એક વખત વરસાદી માહોલ જામવા પામ્યો છે રાતના આઠ વાગ્યા સુધીમાં આખાય પંથકમાં એક મી.મી થી અઢી ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો
રાત્રિના આઠ વાગ્યા ના સુમાર સુધીમાં એક મી.મી થી અઢી ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો જેમાં સૌથી વધુ વિસાવદર પંથકમાં અઢી ઈંચ જેવો વરસાદ ખાબક્યો હતો અને સૌથી ઓછો કેશોદ પંથકમાં એક મી.મી જેવો વરસાદ નોંધાયો હતો સાથે જૂનાગઢ સહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દોઢ ઈચથી વધારે વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ભેંસાણ પંથકમાં એક ઈંચ અને મેંદરડા પંથકમાં અડધો ઇચ જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે માણાવદર તેમજ વંથલી પંથકમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો આજના દિવસે સૌથી વધારે વિસાવદર પંથકમાં મેઘરાજા ખાબક્યા હતા થોડા વરાપ બાદ વધુ એક મેઘરાજાની ઇનિંગ શરૂ થતા અમુક વિસ્તારના ખેડૂતોમાં હરખ ની હેલી ઉપડી હતી.
અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ