અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, આરોપીના મોત મામલે PI અને PSIને કરાયા સસ્પેન્ડ

0
164
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીના મોતના મામલે આરોપી PI અને PSIને સસ્પેન્ડ કરાયા છે. હાલ PI અને PSI અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા.
  • વડોદરા ફતેગંજ પો.સ્ટેશનમાં આરોપીના મોતનો મામલો
  • પોલીસ મારથી શકમંદ આરોપીનું થયું હતું મોત
  • કેસમાં આરોપી PI અને PSIને સસ્પેન્ડ કરાયા

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીના મોતના મામલે આરોપી PI અને PSIને સસ્પેન્ડ કરાયા છે. હાલ PI અને PSI અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા. 

અમદાવાદ પોલીસ કમિશનરે કાર્યવાહી કરી

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

રાજ્ય સેવાના ભંગ બદલ અમદાવાદ પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે. PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારીને સસ્પેન્ડ કરાયા છે. પોલીસના મારથી શકમંદ આરોપીનું મૃત્યુ થયું હતું

શું છે મામલો?

ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here