ઓક્ટોબરમાં ખુલી શકે છે સિનેમા થીયેટર્સ

0
117

કોરોના વાઈરસની મહામારીના કારણે લાગેલા લોકડાઉન પછીથી દેશના તમામ સિનેમા થીયેટર બંધ હાલતમાં છે. લોકડાઉન ખુલ્યા પછી પણ સિનેમા થીયેટરોને બંધ જ રાખવામાં આવ્યા છે. અનલોક 4.0 ની ગાઈડલાઈન્સ 30 સપ્ટેમ્બરે પૂરી થવા જઈ રહી છે. આશા લગાવવામાં આવી રહી છે કે ઓક્ટોબરમાં આવનારી નવી ગાઈડલાઈન્સમાં સિનેમા થીયેટર્સ ખુલવાની અનુમતિ આપવામાં આવશે.

મલ્ટીપ્લેક્સની સાથે સિંગલ સ્ક્રીન થીયેટર્સમાં પણ કોરોના વાઈરસના કારણે સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. થીયેટર્સના માલિકોને કહેવામાં આવ્યુ છે કે તેમણે પેપરલેસ ટિકિટ, સીટો વચ્ચે જગ્યા, લાંબા બ્રેક અને શો વચ્ચે સેનેટાઈઝ કરવાની ગાઈડલાઈન્સનું ફરજિયાતપણ  પાલન કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here