કાળિયાર મારવાના કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવું પડશે સલમાને

0
121

ફિલ્મના શૂટિંગ દરમિયાન એક કાળીયાર હરણનો શિકાર કરવા બદલ વર્ષોથી સલમાન ખાન પર રાજસ્થાનની જોધપુર અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. આ માટે સલમાનને જોધપુર અદાલતમાં હાજર થવાની નોટિસ ફટકારવામાં આવી છે. જોધપુરની જિલ્લા અદાલતમાં સલમાને 28 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવું પડશે. આ બાબતે સોમવારના રોજ જિલ્લા અદાલતના ન્યાયાધીશ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. સોમવારે થયેલી આ સુનાવણીમાં સલમાન ખાનના વકીલ હસ્તિમલ સારસ્વત પણ હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here