કોરોનાના સ્ટ્રેસના કારણે 65 ટકા મહિલાઓમાં વધી માસિક અને પ્રજનન રોગ સાથે સંકળાયેલી સમસ્યાઓ

0
250

કોરોના વાયરસ મહામારીએ કોઈ ને કોઈ રીતે આપણા જીવનને અસર કરી છે.  આપણા રોજિંદા જીવનમાં, ઘણા નાના મોટા મોટા ફેરફારો કદાચ પહેલાં ક્યારેય ન આવ્યા હોય તે બધા જ હાલના સમયે આવ્યા તેથી માનસિક સમસ્યાઓમાં વધારો ખૂબ સ્વાભાવિક છે.  પરંતુ જ્યારે આ માનસિક તાણ મહિલાઓના શરીરને અસર કરે છે ત્યારે શું થાય છે?  આ તણાવ ક્યારે આપણા શરીરની કુદરતી પ્રવૃત્તિઓમાં અડચણરૂપ બને છે?  એ વિશે પણ જાણવું જરૂરી છે. સામાન્ય રીતે મહિલાઓ ના માસિક ધર્મને શારીરિક માનવામાં આવે છે પણ માનસિકતા ની અસર આ પ્રક્રિયા પર ઘણી થાય છે. કોરોના મહામારી દરમિયાન, પીરિયડ્સ સાથે સંકળાયેલી સમસ્યાઓમાં આશરે 20 થી 25 ટકાનો વધારો થયો છે.

મનોવૈજ્ઞાનિક સલાહકેન્દ્ર માં જયારે મહિલાઓના ફોન આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે કે, પિરિયડ્સનો સમય પહેલાં સમયસર હતો જે હાલમા નથી રહ્યો. કેટલીક મહિલાઓએ કહ્યું કે, પિરિયડ્સ અચાનક બંધ થવા જેવી સમસ્યાઓ થઈ છે, તો કેટલીક સ્ત્રીઓને પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ (પીસીઓએસ) જેવા પ્રજનન રોગોના લક્ષણો જણાયા હતાં.

 મનોવિજ્ઞાન ભવન પર આવેલ ફોનનો સર્વે કર્યો જેમા 65 ટકા મહિલાઓએ જણાવ્યું કે, પીરિયડ્સનો સમય અનિયમિત થયો છે,  અને પીરિયડ્સ દરમિયાન શારીરિક સમસ્યાઓ વધી છે.તેમની સાથે વાત કર્યા પછી, તે માનસિક સમસ્યાઓથી પીડિત હોવાનું બહાર આવ્યું,  આ મહામારી દરમિયાન, સ્ત્રીઓમાં તાણ વધ્યો છે. તેના પરિણામે  શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પરિભ્રમણ વધ્યું, તેનાથી હોર્મોનલ બેલેન્સ ન જળવાયું અને, ઘણી શારીરિક સમસ્યાઓ થઈ છે. ‘

પોલી સિસ્ટિક અંડાશયના સિંડ્રોમ (પીસીઓડી) – મહિલાઓમા એક ગંભીર બિમારી.

પોલી સિસ્ટિક અંડાશયના સિંડ્રોમ (પીસીઓડી) – મહિલાઓમા એક ગંભીર બિમારી છે.  “કોર્ટીસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે, જેનો અતિશય સંચાર એસ્ટ્રોજન જેવા પ્રજનન હોર્મોન્સનું પ્રસારણ બંધ કરે છે.”  તેનાથી અંડાશય યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે છે અને પિરિયડ્સને લગતી સમસ્યાઓ થાય છે. એવું પણ જોવા મળ્યું છે કે, શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ લેપ્ટિન હોર્મોનની માત્રામાં ઘટાડો કરે છે, જે ઘણીવાર પીરિયડ્સનું કારણ બને છે. જેનાં કારણે પિરિયડ્સ 7-8 દિવસ મોડા આવી શકે છે. જેને ઓલિગોમેનોરિયા કહેવામાં આવે છે.  પિરિઓડોન્ટલ સમસ્યાઓની સાથે સાથે હોર્મોન્સમા અસંતુલન, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ, માનસિક સ્વાસ્થ્યને અસર અને વંધ્યત્વ પણ પેદા કરી શકે છે.

માત્ર અનિયમિત પિરિયડ્સ  જ નહીં, માનસિક સમસ્યાઓ પણ પી.સી.ઓ.એસ. જેવી ગંભીર પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે.  માનસિક બીમારી કે વધુ તણાવ ધરાવતી મહિલાને આ રોગ થવાનું જોખમ છે, તો સ્ટ્રેસ આ જોખમ વધારે છે અને મહિલાઓ આ રોગનો ભોગ બની શકે છે.  મહામારી દરમિયાન, ચિંતા અને પેનિક એટેકથી પણ પીરિયડ્સની તકલીફોમાં  વધારો થાય છે