રાજ્યમાં દિવાળી સુધી નહીં ખુલે શાળાઓ, સરકારનો સૌથી મોટો નિર્ણય

0
304

રાજ્યમાં શાળા અને કોલેજો ખોલવા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વધતાં કેસને લઈને સરકાર નિર્ણય કર્યું છે કે દિવાળી સુધી શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાક કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર નિર્ણય કરશે. 

કોરોના વચ્ચે અટકળો હતી કે ઓક્ટોબરથી શાળાઓ શરુ થશે પરંતુ હવે જે રીતે રોજે રોજ કેસ વધી રહ્યા છે સાથે જ મૃ્ત્યુઆંક વધી રહ્યો છે તેને જોઈ અને આ નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે તેવું નથી. તે સમયે સંક્રમણની સ્થિતિને જોઈ અને સરકાર નિર્ણય લેશે.