બોર્ડની પરીક્ષા માર્ચના બદલે એપ્રિલમાં ૩૦ માર્ક સુધી ઓબ્જેકટ પ્રશ્નોની શકયતા

0
241

સીબીએસસીના નિર્ણય બાદ ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ૩૦ ટકા કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમમાં કાપ મુકવાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેની અત્યાર સુધીમાં ત્રણેક બેઠકો સંપન્ન થઈ ચૂકી છે. વિશ્ર્વસનિય સૂત્રોનું માનીએ તો બોર્ડની પરીક્ષા જે માર્ચ મહિનામાં યોજવામાં આવે છે તે એપ્રિલમાં યોજાશે.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલના કોરોનાના સંજોગોને ધ્યાનમાં લઈ અભ્યાસક્રમમાં કાપ તેમજ પેપરની સ્ટાઈલમાં બદલાવ લાવવામાં આવશે મહંદ અંશે ૩૦ માર્ક સુધીનું ઓબ્જેકટિવ રાખવામાં આવે તેવી તૈયારી હાલના સંજોગોને ધ્યાને રાખી કરાશે. જો કે, તેમા પણ બદલાવ આવી શકે છે તેવું સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે.


અનલોક-૪ની ગાઈડલાઈન મુજબ ધો.૯ અને ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકા કાપ મુકવામાં આવશે. આ એવો અભ્યાસક્રમ હશે કે જેનો આગળના શિક્ષણમાં મહત્વ નહીં હોય વિદ્યાર્થીઓને વાલીઓની સંમતિ સાથે શાલામાં પ્રવેશ આપવામાં આવશે.
આગામી સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને શિક્ષણ મંત્રાલય સપ્તાહના અંત સુધીમાં વિધીવત જાહેરાત કરી શકે છે.હાલ રાજ્ય સરકાર પાસે ધો.૯-૧૦-૧૧ અને ૧૨નો શૈક્ષણિક ઢાંચો તૈયાર છે જેમાં શિક્ષણવિદો દ્વારા અભ્યાસને લઈ તૈયારીઓ પૂર્ણ કરીને રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.


અનલોક-૪ની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધો.૯થી ૧૨ના અભ્યાસ માટે શાળાઓ કેટલીક શરતોને આધિન શરૂ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓના માતા-પિતા કે વાલીની સંમતિથી અભ્યાસને લગતુ માર્ગદર્શન મેળવી શકશે. માર્ચ-૨૦૨૧માં લેવાનારી બોર્ડની પરીક્ષા એપ્રિલમાં લઈ જવા પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણ કાર્યની સાથે પુનરાવર્તન માટે પુરતો સમય ફાળવી શકાય તેમજ પરીક્ષાની તૈયારી માટે પર પુરતો સમય મળી રહેશે. રાજ્યમાં શરૂ થયેલા ઓનલાઈન શૈક્ષણિક વર્ગના જોઈએ તેવા સકારાત્મક પરિણામો મળી નથી રહ્યા. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઓનલાઈન શિક્ષણને કેટલીક ત્રુટિઓ જોવા મળી રહી છે. આથી શાળાઓ સમયબધ્ધ રીતે ચલાવવાનું હાલના સંજોગો નથી તેથી બોર્ડની પરીક્ષાઓ માર્ચના બદલે એપ્રિલ માસના અંત સુધક્ષમાં લેવામાં આવે તેવી શકયતા શિક્ષણ વર્તુળોમાંથી વ્યકત કરવામાં આવી રહી છે.